શિવતાંડવ સ્તોત્ર
શિવતાંડવ સ્તોત્ર રાવણ |
મૂળ સ્તોત્ર[ફેરફાર કરો]
ગુજરાતી | સંસ્કૃત/દેવનાગરી |
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે |
जटाटवीगलज्जलप्रवाहपावितस्थले |
જટાકટાહસંભ્રમભ્રમન્નિલિંપનિર્ઝરી |
जटाकटाहसम्भ्रमभ्रमन्निलिम्पनिर्झरी |
ધરાધરેંદ્રનંદિનીવિલાસબંધુબંધુર |
धराधरेन्द्रनंदिनीविलासबन्धुबन्धुर |
જટાભુજંગપિંગલસ્ફુરત્ફણામણિપ્રભા |
जटाभुजङ्गपिङ्गलस्फुरत्फणामणिप्रभा |
સહસ્રલોચનપ્રભૃત્યશેષલેખશેખર |
सहस्रलोचनप्रभृत्यशेषलेखशेखर |
લલાટચત્વરજ્વલદ્ધનંજયસ્ફુલિંગભા |
ललाटचत्वरज्वलद्धनञ्जयस्फुलिङ्गभा |
કરાલભાલપટ્ટિકાધગદ્ધગદ્ધગજ્જ્વલ |
करालभालपट्टिकाधगद्धगद्धगज्ज्वल |
નવીનમેઘમંડલી નિરુદ્ધદુર્ધરસ્ફુરત્ |
नवीनमेघमण्डली निरुद्धदुर्धरस्फुरत् |
પ્રફુલ્લનીલપંકજપ્રપંચકાલિમપ્રભા |
प्रफुल्लनीलपङ्कजप्रपञ्चकालिमप्रभा |
અખર્વસર્વમંગલા કલાકદંબમંજરી |
अखर्वसर्वमङ्गला कलाकदम्बमञ्जरी |
જયત્વદભ્રવિભ્રમભ્રમદ્ભુજંગમશ્વસદ્ |
जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमश्वसद् |
દૃષદ્વિચિત્રતલ્પયોર્ભુજંગમૌક્તિકસ્રજોર્ |
दृषद्विचित्रतल्पयोर्भुजङ्गमौक्तिकस्रजोर् |
કદા નિલિંપનિર્ઝરીનિકુંજકોટરે વસન્ |
कदा निलिम्पनिर्झरीनिकुञ्जकोटरे वसन् |
નિલિંપનાથનાગરીકદંબમોલમલ્લિક: |
निलिम्पनाथनागरीकदम्बमोलमल्लिक: |
ઇમં હિ નિત્યમેવમુક્તમુત્તમોત્તમં સ્તવં |
इमं हि नित्यमेवमुक्तमुत्तमोत्तमं स्तवं |
પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં |
पूजावसानसमये दशवक्त्रगीतं |
ઇતિ શ્રી રાવણ વિરચિત શિવતાંડવ સ્તોત્રમ્ ॥ |
इति श्री रावण विरचित शिवतांडव स्तोत्रम् ॥ |
અર્થ[ફેરફાર કરો]
સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે, તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાકણ કરે. (૧)
ખુબ જ ગંભીર ઘટારૂપ જટામાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી દેવનદી ગંગાજીની ચંચળ લહરો જે શિવજીના શીશ પર વહી રહી છે તેમજ જેમના મસ્તરકમાં અગ્નિની પ્રચંડ જ્વાજળાઓ ધધક કરીને પ્રજ્વતલિત થઈ રહી છે, એવા બાલ ચંદ્રમાથી વિભૂષિત મસ્તકવાળા શિવજીમાં મારો અનુરાગ (પ્રેમ) પ્રતિક્ષણ વધતો રહે. (૨)
પર્વતરાજસુતાના વિલાસમય રમણીય કટાક્ષોંથી પરમ આનંદિત ચિત્તવાળા (શિવજી) તેમજ જેમની કૃપાદૃષ્ટિથી ભક્તોની મોટામાં મોટી વિપત્તિઓ દૂર થઈ જાય છે, આવા જ દિગમ્બર એવા શિવજીની આરાધનામાં મારૂ ચિત્ત ક્યારે આનંદિત થશે. (૩)
જટામાં લપેટાયેલા સર્પના ફેણના મણિઓના પ્રકાશમાન પીળું તેજ સમૂહ રૂપ કેસર કાંતિથી દિશા બંધુઓંના મુખમંડળને ચમકાવનાર, મત્તવાળા, ગજાસુરના ચર્મરૂપ ઉપરણાથી વિભૂષિત, પ્રાણિયોંની રક્ષા કરનાર શિવજીમાં મારૂ મન વિનોદને પ્રાપ્ત કરે. (૪)
ઇંદ્રાદિ સમસ્તય દેવતાઓંના માથાથી સુસજ્જિત પુષ્પોંનની ધૂલિરાશિથી ધૂસરિત પાદપૃષ્ઠવાળા સર્પરાજોંની માલાળોથી વિભૂષિત જટાવાળા પ્રભુ અમને ચિરકાલ માટે સંપદા આપે. (૫)
દેવતાઓના ગર્વ નાશ કરતાં જે શિવજીએ પોતાના વિશાળ મસ્તકની અગ્નિની જ્વાલાથી, કામદેવને ભસ્મ કરી દિધા હતાં. તે અમૃત કિરણોંવાળા ચંદ્રમાના જેવા, તેમજ ગંગાજીથી સુશોભિત જટાવાળા, તેજ રૂપ નરમુંડધારી શિવજી અમને અક્ષય સંપત્તિ આપે. (૬)
સળગી રહેલી પોતાના મસ્તકની ભયંકર જ્વાલાથી પ્રચંડ કામદેવને ભસ્મ કરનાર તથા પર્વત રાજસુતાના સ્તનના અગ્રભાગ પર વિવિધ ભાંતિની ચિત્રકારી કરવામાં અતિ ચતુર ત્રિલોચનમાં મારી પ્રીતિ અટલ રહે. (૭)
નવીન મેઘોની ઘટાથી પરિપૂર્ણ અમાવસ્યાની રાત્રિના ઘોર અંધકારની જેમ ખુબ જ ગૂઢ કંઠ વાળા, દેવ નદી ગંગાને ધારણ કરનાર, જગચર્મથી સુશોભિત, બાલચંદ્રની કળાના બોજથી વિનમ્ર, જગતના બોજને ધારણ કરનાર શિવજી અમને બધા જ પ્રકારની સંપત્તિ આપે. (૮)
ખીલેલા નીલકમલની ફેલાયેલી સુંદર શ્યામ પ્રભાથી વિભૂષિત કંઠની શોભાથી ઉદ્ભાસિત ખભાવાળા, કામદેવ તેમજ ત્રિપુરાસુરના વિનાશક, સંસારના દુ:ખોને કાપનારા, દક્ષયજ્ઞવિધ્વંસસક, ગજાસુરહંતા, અંધકારસુરનાશક અને મૃત્યુને નષ્ટ કરનાર શ્રી શિવજીનું હું ભજન કરૂ છું. (૯)
કલ્યાણમય, નાશ ન થનાર બધી જ કળીથી વહેતાં રસની મધુરતાનો આસ્વાદ કરવામાં ભ્રમરરૂપ, કામદેવને ભસ્મિત કરનાર, ત્રિપુરાસુર વિનાશક, સંસાર દુઃખહારી, દક્ષયજ્ઞવિધ્વંરસક, ગજાસુર તથા અંધકાસુરને મારનાર અને યમરાજના પણ યમરાજ શ્રી શિવજીનું હું ભજન કરૂ છું. (૧૦)
અત્યંત શીઘ્ર, વેગપૂર્વક ભ્રમણ કરતાં સર્પોંના ફુફકાર છોડવાથી ક્રમશઃ લલાટમાં વધેલી પ્રચંડ અગ્નિવાળા મૃદંગની ધિમ-ધિમ મંગલકારી ધ્વાનિના ક્રમારોહથી ચંડ તાંડવ નૃત્યમાં લીન થનાર શિવજી બધી જ રીતે સુશોભિત થઈ રહ્યાં છે. (૧૧)
જોરદાર પત્થર અને કોમળ વિચિત્ર શય્યામાં સર્પ અને મોતિઓની માળાઓમાં માટીના ટુકડાઓ અને ખુબ જ કિંમતી રત્નોમાં, શત્રુ અને મિત્રમાં, તરણા અને કમલલોચનનીઓમાં, પ્રજા અને મહારાજાધિરાજાની સામે સમાન દૃષ્ટિ રાખે છે તેવા શિવજીનું હુ ક્યારે ભજન કરીશ. (૧૨)
ક્યારે હું શ્રી ગંગાજીના કછારકુંજમાં નિવાસ કરીને, નિષ્કપટી થઈને માથા પર અંજલિ ધારણ કરતા ચંચલ નેત્રોવાળી લલનાઓમાં પરમ સુંદરી પાર્વતીજીના મસ્તકમાં અંકિત શિવ મંત્રનું ઉચ્ચારણ કરતાં પરમ સુખને પ્રાપ્ત કરીશ. (૧૩)
આ પરમ ઉત્તમ શિવતાંડવ શ્લોકને દરરોજ, મુક્ત કંઠથી વાંચવાથી કે તેને સાંભળવાથી, સંતતિ વગેરેથી પૂર્ણ થાવ છો તથા હરિ અને ગુરુમાં ભક્તિ બની રહે છે. જેમની બીજી ગતિ નથી થતી અને તે શિવની શરણમાં જ રહે છે. (૧૫)
શિવ પૂજાના અંતમાં આ રાવણકૃત શિવ તાંડવ સ્તોત્રને સંધ્યાકાળે ગાન કરવાથી કે વાંચવાથી લક્ષ્મી સ્થિતર રહે છે. રથ, ગજ, ઘોડા બધાથી હંમેશા યુક્ત રહે છે. (૧૬)
આમ શ્રી રાવણે રચેલું શિવતાંડવ સ્ત્રોત્ર સંપૂર્ણ.