શુકન જોઈ ને સંચરજો રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે જોશીડો રે
જોશ જોઈ પાછો વળીયો
શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે માળીડો રે
ફૂલગજરા આપી પાછો વળીયો રે
શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે દોશીડો રે
ચૂંદડી આપી પાછો વળીયો રે
શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે સોનીડો રે
કડલાં આપી પાછો વળીયો રે
શુકન જોઈ ને સંચરજો રે

સામો મળ્યો છે મણીયારો રે
ચુડલાં આપી પાછો વળીયો રે
શુકન જોઈ ને સંચરજો રે

જોઈશે લીલેરા શા વાના રે
જડશે ગોકુળમાના કાના રે
શુકન જોઈ ને સંચરજો રે

જાન પ્રસ્થાન