શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૪. પ્રતિક્રમણ આવશ્યક/૨૪. બીજું શ્રમણસૂત્ર - ગોચરચર્યા સૂત્ર
← ૨૩. પહેલું શ્રમણસૂત્ર - શય્યા સૂત્ર | શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી) ૨૪. બીજું શ્રમણસૂત્ર - ગોચરચર્યા જૈન ધાર્મિક સાહિત્ય |
૨૫. ત્રીજું શ્રમણસૂત્ર - પ્રતિલેખના સૂત્ર → |
૨૪. બીજું શ્રમણસૂત્ર - ગોચરચર્યા સૂત્ર
પડિક્કમામિ - પાપનું નિવારણ કરૂં છું
ગોયરગ્ગ ચરિયાએ - ગાયની માફક થોડો થોડો આહાર લેવા જતાં, (ચરતી વખતે ગાય જેમ ઉપર ઉપરથી ઘાસ ખાય છે તેમ ઘણા ઘરેથી થોડો થોડો આહાર લેવો જેથી કોઈને જરા પણ તકલીફ પડે નહિ)
ભિક્ખાયરિયાએ - ભિક્ષા ચર્યામાં આહાર લેવા જતાં (જે અતિચાર લાગ્યા હોય તે કહે છે)
ઉગ્ઘાડ કવાડ ઉગ્ઘાડણાએ - વગર આજ્ઞાએ કમાડ ઉઘાડીને અંદર જવું કે અર્ધ ઉઘાડા કમાડ પૂરાં ઉઘાડીને અંદર જવા વડે
સાણા વચ્છા દારા સંઘટ્ટણાએ - કૂંતરાં વાછડા અને બાળકને અડીને ઓળંગીને જવા પડે
મંડી પાહુડિયાએ - કોઈની નિમિતે રાખી મુકેલું હોય તે લેવા પડે
બલિ પાહુડિયાએ - ઉછાળવા માટે જે બાકળા કર્યા હોય તે લેવા વડે
ઠવણા પાહુડિયાએ - ભિખરીઓ માટે કાંઇ રાખી મુક્યું હોય તે લેવા વડે
સંકિએ - શંકાવાળું લેવા વડે (કલ્પે તેવું છે કે નહિ તેની ખાતરી ન હોય તેવું)
સહસાગરે - ઉતાવળથી લેવા પડે
અણેસણાએ - (અજાણતાં) અસુઝતા આહાર લેવા વડે
પાણેસણાએ - અજાણતાં અસુઝતા પાણી લેવા પડે
પાણ ભોયણાએ - પ્રાણી જીવવાળું ભોજન લેવા વડે
બીય ભોયણાએ - બીજ્વાળું ભોજન લેવા વડે
હરિય ભોયણાએ - લીલોતરી સહિત ભોજન લેવા વડે
પચ્છા કમ્મિયાએ - આહાર વહોરાવ્યા પછી વહોરાવનાર સેચેત્ત પાણીથી હાથ આદિ ધૂએ વગેરે પશ્ચાત કર્મ લાગે છે તેવી ક્રિયાયુક્ત ભિક્ષા લેવાથી
પુરે કમ્મિયાએ - ભિક્ષા આપ્યા પહેલાં દાતા સચેત પાણીથી હાથ ધોવા વગેરે વડે પૂર્વ કર્મ લાગે છે તેવી ક્રિયાયુક્ત ભિક્ષા લેવાથી
અદિટ્ઠહડાએ - નજરે નથી દેખાતું તેવે સ્થળેથી લાવેલું લેવાથી
દગ સંસટ્ઠહડાએ - કાચાં પાણીનો સ્પર્શ કરીને દીધેલો આહાર લેવાથી
રય સંસટ્ઠહડાએ - સચેત પ્રુથ્વી આદિ રજનો સ્પર્શ કરીને દીધેલો આહાર લેવાથી
પારિસાડણિયાએ - વેરાતી ઢોળાતી છાંટા પાડતાં ભિક્ષા લેવી પડે
પારિટ્ઠાવણિયાએ - પરઠવવા લાયક આહાર લેવો પડે
ઓહાસણભિક્ખાએ - વારેવારે વસ્તુ માંગી લીધી હોય
જં ઊગ્ગમેણં - જે ગ્રુહસ્થથી દોષ લાગ્યા હોય
ઉપ્પાયણેસણાએ - પોતાથકી જે દોષ લાગ્યા હોય
અપરિસુદ્ધં - અશુધ્ધ ભિક્ષા
પડિગ્ગહિયં - ગ્રહણ કરી હોય
પરિભુત્તં - ખાધી હોય, વાપરી હોય
વા જં - પરઠવવા યોગ્ય વસ્તુ હોય છતા
ન પરિટ્ઠવિયં - ન પરઠવી હોય
તસ્સ મિચ્છામિ દુક્કડમ - મારું પાપ મિથ્યા થાઓ