સભ્ય:Drutpal

વિકિસ્રોતમાંથી

ડો.ઉત્પલ જીવરાજાની

કલાગુરુ શ્રી કાન્તીભાઈ સોનછત્રા ના સંગીત સાધક શિષ્યો શૈલેષ-ઉત્પલ માતા-પિતા ના રૂડા આશીર્વાદ અને પરિવારજનો ના સહકાર વડે ૧૯૯૭ માં મોરબી શહેર ના શ્રી શૈલેષ પંડ્યા અને જેતપુર ના ડો.ઉત્પલ જીવરાજાની એ “અજન્તા” સ્ટુડીઓ ખાતે સંગીતકાર બેલડી તરીકે લોકસંગીત ના આલ્બમ રેકોર્ડીંગ ના શ્રી ગણેશ કર્યા.શ્રી પ્રકાશ જેસીંગ અને શ્રી મુકેશ જેસીંગ ના અનન્ય સાથ સહકાર વડે બન્નેએ સંગીતકાર થવાના માર્ગે કદમ માંડ્યા. ગુરુજી એ અમુલ્ય શિખામણ આપી કે“ફક્ત કી-બોર્ડ વગાડવાથી સંગીતકાર નથી થવાતું – સંગીત ના તમામ પાસાઓ નો અભ્યાસ અને તેમાં પરફેક્શન જરૂરી છે” મુંબઈ અને અમદાવાદ ખાતે “રાજશ્રી” ના સ્વ.પ્રવીણભાઈ શાહ દ્વારા સાદા ડેક રેકોર્ડીંગ થી લઇ અને મેગ્નેટિક ઓપ્ટીકલ ડિસ્ક ડીજીટલ રેકોર્ડીંગ નું પ્રશિક્ષણ સહારા સ્ટુડીઓ મુંબઈ ખાતે આપવામાં આવ્યું. આમીરખા સાહેબ ના શિષ્ય શ્રી ગજેન્દ્રભાઈ બક્ષી પાસેથી ગુરુકૃપાથી ૧૦ વર્ષ સુધી ગાયકી ની વિશેષ તાલીમ મળી આ તરફ રાજકોટ ના નિર્માતાઓ શ્રી રણજીત હેરમાં,મુકેશભાઈ પારેખ,પંકજભાઈ શેઠ,સંજયભાઈ પટેલ,દિનેશભાઈ પટેલ,જસ્વન્ત્ગીરી ગોસાઈ,શાંતિભાઈ ગોસ્વામી,પાવાગઢ ના પિયુષ જોશી-દીપક જોશી દ્વારા તૈયાર થતા આલ્બમ્સ માં સંગીત આપવાની તક મળી, અત્યાર સુધી માં ૩૦૦૦ થી વધુ ઓડિયો-વિડીયો આલ્બમ્સ અને ટેલી ફિલ્મ્સ માં સંગીત પીરસવાની તક મળી છે. અને સંખ્યાબંધ હિટ આલ્બમ્સ અને ગીતો આપ્યા છે. ૧૯૯૯માં પ્રથમ ફિલ્મ મળી “લાજુમાં રહેજો માણારાજ” અને અત્યાર સુધી માં ૪૦ થી પણ વધુ ગુજરાતી ફિલ્મો, ૨ ભોજપુરી ફિલ્મો,૧ હિન્દી પોપ આલ્બમ બનાવી ચુક્યા છે ૨૦૦૧ માં ગુજરાત નું સહુપ્રથમ “ડી.જે.મિક્ષ્ આલ્બમ – અચકો મચકો કા એલી “ આપ્યું એ જ અરસા માં આખી દુનિયા ના ગુજરાતીઓ ને ગમતું હોય તેવું ટીટોડા ગીત “મથુરામાં વાગી મોરલી” આપ્યું તેમજ હિન્દી પોપ આલ્બમ ”ઓ બેબી “ આપ્યું. ૨૦૦૨ માં દૂરદર્શન નીર્મીત્ત “ધર્મ યોદ્ધા “ ફિલ્મ ને એ વખત ના સુચના પ્રસારણ મંત્રી શ્રી સુષ્મા સ્વરાજ ના હસ્તે “શ્રેષ્ઠ સંગીત “ નો એવોર્ડ આપવામાં આવ્યો. નોનસ્ટોપ દાંડિયા :થનગનાટ,કેસરિયો,મસ્તી ૧,મસ્તી ૨,તેમજ ટી સીરીઝ ની મોજે દાંડિયા – ૨૦૦૮,દાંડિયા મસ્તી -૨૦૦૯ વિગેરે સુપર હીટ દાંડિયા આલ્બમ છે. ૨૦૦૬ માં બહુચર્ચિત “ગુજરાતી શકીરા” ગીત દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતી મળી,જે તમામ રાષ્ટ્રીય ચેનલ્સ પર સતત ૩ દિવસ સુધી ચાલ્યું. WWF માટે આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ “ખલી” માટે એન્ટ્રી સોંગ બનાવ્યું માઈકલ જેક્સન ના “થ્રિલર” સોંગ નું હિન્દી વર્ઝન ,ખાસ કરી ને વ્યાસન મુક્તિ ના સંદેશ સાથે બનાવ્યું “ગુજરાતી કોલાવેરી”,ભોજપુરી શકીરા,ગુજરાતી ગેંગનમ સ્ટાઈલ,સચિન અલવિદા સોંગ, તેમજ ગુજરાત સરકાર દ્વારા બનાવવા માં આવેલા રાજકોટ સીટી એન્થેમ,અમરેલી સીટી એન્થેમ,મોરબી એન્થેમ વિગેરે યુ-ટ્યુબ પર સારો દર્શક વર્ગ ધરાવે છે. ૨૦૧૦ માં “સાચા રે શમણાં મારા સાજન ના “ ફિલ્મ માટે “શ્રેષ્ઠ સંગીતકાર નો એવોર્ડ મળ્યો સ્વામીનારાયણ સંપ્રદાય ના અઢળક આલ્બમ્સ,ઉપરાંત “માણેકચંદ “,માઈકો પ્લગ,જેવી વિશેષ બ્રાન્ડ સહીત ઢગલાબંધ એડવર્ટાઈઝ જિંગલ્સ,વેસ્ટર્ન રેલ્વે ની સિગ્નેચર ટ્યુન,ઉપરાંત લોકલ ન્યુઝ ચેનલ,ઈ ટીવી,ઝી ટીવી સાથે એડ બનાવવાની તક સાંપડી..

૨૦૧૦ માં ડી.જે.ટીટોડા આલ્બમ “ડી.જે.ચાંદલીયો” સુપર ડુપર હીટ થયું ગુજરાતી લોકસંગીત ના તમામ સિધ્ધહસ્ત ગાયકો ઉપરાંત રીચા શર્મા,સાધના સરગમ,અલકા યાજ્ઞિક,પ્રિયા ભટ્ટાચાર્ય,ખુશ્બુ જૈન,જોજો,વિનોદ રાઠોડ,સુરેશ વાડેકર,કુમાર શાનું,કવિતા ક્રિશ્નમૂર્તિ,પાર્થિવ ગોહેલ,રાહુલ વૈદ્ય,રામ શંકર અને જાવેદઅલી પાસે આલ્બમ્સ અને ફિલ્મો માં ગવડાવી ચુક્યા છે. ૨૦૧૫ માં રીલીઝ થયેલી ફિલ્મો અશોક પટેલ ની ગુજરાતી ફિલ્મ “વાવ “,મનોજ ડોબરિયા દિગ્દર્શિત “સાજન તારા વિના સુની ઝીન્દગી “ તથા આત્મારામ ઠાકોર દિગ્દર્શિત અને વિક્રમ ઠાકોર અભિનીત ફિલ્મ “અવતાર ધરી ને આવું છું”

“શૈલેષ – ઉત્પલ “ ના સહયોગ થી સંગીત ક્ષેત્ર માં સફળ પદાર્પણ કરનારા ગાયકો પ્રદીપ ઠક્કર,સૈફુદ્દીન ત્રિવેદી,જયેશ દવે,આસીફ જેરીયા,જેઠસુર આહીર,અનિતા ફર્નાન્ડીઝ,અલ્પા ગોસ્વામી,ઉર્વશી પંડ્યા,લત્તાબેન ચૌહાણ,તૃપ્તિ દવે,દ્રષ્ટિ વ્યાસ,શીતલ ઉપાધ્યાય વિગેરે ને વિશિષ્ટ પીઠબળ પૂરું પાડ્યું છે. ગુજરાતી હીટ ગીતો: કુંજલ ના માર કાઠી,મથુરા માં વાગી મોરલી ,મારા વાડા માં લીલ્લું ઘાંસ,લીલી લેમડી રે,જાંબુડા ના કોલ રે રસિયા મોલ,નવે નાગણીયુ નો રાફડો,ઉંચી ગોવિંદા ની પિપલડી રે,વિગેરે ગુજરાતી ફિલ્મો: લાજુમાં રહેજો માણારાજ,કસુંબી નો રંગ,યુવરાજ (હિન્દી તેમજ ગુજરાતી),મેરા ઇન્સાફ (હિન્દી ડબ),માણીગર મણીયારો, આંગણે વાગ્યા ઢોલ,મોટા રે ઘરે રે મારું સાસરિયું,મહિયાર મારું લાખનું-સાસરિયું સવા લાખનું, સાજન તારા વિના સુની ઝીન્દગી,સાચા રે શમણાં મારા સાજણ ના,વાવ,અવતાર ધરી ને આવું છું,ક્યાં છે ઈશ્વર,માં બાપ ના આશીર્વાદ,તરસ્યા અમે શરદ પૂનમ ની રાત ના , વહેલો આવજે મારા વીર,ગુજરાતી શોલે,વિગેરે સ્ટેજ પ્રોગ્રામ કન્સેપ્ટ માં જોઈએ તો દીકરી વધાવવાનો અને શણગારવાનો સફળ કાર્યક્રમ “સોળ શણગાર”-હરીશ ભીમાણી સાથે વાયોલીન્સ,ટૂટી સેક્શન સહીત ૫૦ જેટલા મુંબઈ-રાજકોટ ના કલાકારો સાથે ભાતીગળ લગ્નગીતો “સીમ્ફોનીક વેડિંગ સોન્ગ્સ” સ્વ.હેમુ ગઢવી ના ભાતીગળ લોકગીતો નો કાર્યક્રમ ૫૦ થી પણ વધુ કલાકારો સાથે ,રાજેન્દ્ર ગઢવી નિર્મિત “હેમુ વરણી સાંજ” “સાંજન બેઠું માંડવે” કન્સેપ્ટ ,જેમાં ફક્ત કોરસ દ્વારા જ લગ્ન ગીતો ૨૦૧૮ માં રીલીઝ થયેલું ફિલ્મ "સમયચક્ર-ધ ટાઈમ સ્લોટ "