સર્જક:આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
જન્મ |
૨૫ ફેબ્રુઆરી 1869 અમદાવાદ |
---|---|
મૃત્યુ | ૭ એપ્રિલ 1942 |
વ્યવસાય | લેખક, શિક્ષણવિદ્દ, તત્વજ્ઞાની |
ભાષા | ગુજરાતી ભાષા |
રાષ્ટ્રીયતા | બ્રિટીશ ભારત |
નોંધનીય કાર્ય | આપણો ધર્મ |
ધ્રુવ આનંદશંકર બાપુભાઈ, ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’ (૨૫-૨-૧૮૬૯, ૭-૪-૧૯૪૨) : સાહિત્યમીમાંસક, દાર્શનિક ગદ્યકાર. જન્મસ્થળ અમદાવાદ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વડોદરા અને રાજકોટમાં. ૧૮૮૯માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૮૯૨ માં એમ.એ. ૧૮૯૭ મા એલએલ.બી. ૧૮૯૫ થી ૧૯૧૯ સુધી ગુજરાત કૉલેજમાં સંસ્કૃત, અંગ્રેજી, પાશ્ચાત્ય તેમ જ ભારતીય ન્યાયશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક. ત્યારબાદ વારાણસી યુનિવર્સિટીમાં અધ્યાપક અને ઉપકુલપતિ. ‘સુદર્શન’નું તંત્રીપદ. ૧૯૦૨ માં ‘વસંત’ માસિકનો આરંભ. ૧૯૨૮માં નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ભારતની ફિલોસૉફિકલ કૉંગ્રેસના પ્રમુખ. ૧૯૩૦માં આંતરયુનિવર્સિટી બોર્ડના અધ્યક્ષ. ૧૯૩૬ માં સર્વધર્મ પરિષદના અને ગુજરાત વિધાસભાના પ્રમુખ. ૧૯૩૭ માં વારાણસી યુનિવર્સિટી દ્વારા ડૉકટર ઑવ લિટરેચરની પદવી. સમકાલીન રાષ્ટ્રીય આંદોલનોમાં તેઓ સક્રિયપણે જોડાયેલા નહિ. એમનો સ્વદેશપ્રેમ ભાવનાત્મક હતો. પ્રજાની ધર્મવૃત્તિને સંસ્કારવી, ઉચિત દ્રષ્ટિ આપવી તેને જીવકાર્ય લેખેલું. ૧૯૩૭માં નિવૃત્ત.