સર્જક:ઇચ્છારામ દેસાઇ

વિકિસ્રોતમાંથી
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
જન્મ ૧૦ ઓગસ્ટ 1853
સુરત
મૃત્યુ ૫ ડિસેમ્બર 1912
ઉપનામ Shankar
વ્યવસાય પત્રકાર, anthologist, લેખક, માનવશાસ્ત્રજ્ઞાતા
ભાષા ગુજરાતી ભાષા
વંશીયતા ભારતીય
શિક્ષણ ૬ ધોરણ
નોંધનીય કાર્ય સવિતા-સુંદરી

ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ (૧૦ ઓગસ્ટ ૧૮૫૩ - ૫ ડિસેમ્બર ૧૯૧૨), ઉપનામ, શંકર, ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક અને પત્રકાર હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કર્યું હોવા છતાં, તેમણે અનેક સમાચારપત્રો અને સામયિકો સાથે કામ કર્યું હતું અને સંખ્યાબંધ નવલકથાઓ લખી હતી તેમજ ભાષાંતર કર્યું હતું.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૮૫૩ના રોજ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો અને તેમની યુવાનીમાં હસ્તપ્રતોમાં રસ કેળવ્યો. તેઓ થોડો સમય દેશીમિત્ર છાપખાનામાં બીબાં ગોઠવવાનું શીખ્યા. ૧૮૭૬માં તેઓ મુંબઈ સ્થાયી થયા. ૧૮૭૬માં તેમણે મુંબઈમાં આર્યમિત્ર સાપ્તાહિક ચાર મહિના ચલાવ્યું અને પછી મુંબઇ સમાચારમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. ૧૮૭૮માં તેઓ સુરત પાછા આવ્યા અને સ્વતંત્રતા માસિક શરૂ કર્યું, જેને નર્મદે નામ આપેલું.[૧][૨][૩]

તેમાં પ્રકાશિત રાજ્કીય લખાણો માટે રાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા. ૧૮૮૦માં મુંબઈ જઈ મિત્રોની અને મુંબઈના સાક્ષરોની સહાયથી ૧૯૦૭માં ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો અને ઘણી આર્થિક કટોકટી તથા સરકારી દરમિયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું.[૧] ૫ ડિસેમ્બર ૧૯૧૨ના રોજ તેમનું અવસાન થયું.[૨][૩][૪][૫][૬][૭]

સર્જન[ફેરફાર કરો]

હિંદ અને બ્રિટાનિયા (૧૮૮૬) ભારતમાં બ્રિટિશ શાસન નીચેની સ્થિતિનું વર્ણન કરતી રાજકીય નવલકથા છે. તેમની શિવાજીની લૂંટ (૧૮૮૮) અને ટીપુ સુલતાન (ભાગ ૧, ૧૮૮૯, અપૂર્ણ) ઐતહાસિક નવલકથાઓ છે. ગંગા - એક ગૂર્જરવાર્તા (૧૮૮૮) અને સવિતાસુંદરી (૧૮૯૦) સામાજીક નવલકથાઓ છે. રાજભક્તિ વિડંબણ (૧૮૮૯) અને ભારતખંડ ના રાજ્યકર્તા ભાણ પ્રકારની અન્ય નવલકથાઓ છે.[૨][૩][૮][૯]

ચંદ્રકાન્ત (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭) વેદાંત ફિલસૂફી પર આધારિત અપૂર્ણ શ્રેણી છે. તેમણે બૃહત્ કાવ્યદોહન, ભાગ ૧-૮ (૧૮૮૬—૧૯૧૩) નું સંપાદન કર્યું છે. જેમાં મધ્યકાલીન કવિઓ અને કવિતાઓ વિશે માહિતી આપેલી છે.[૩][૧૦] તેમણે સંખ્યાબંધ પુસ્તકો જેવાંકે, પુરુષોત્તમ માસની કથા (૧૮૭૨), ઓખાહરણ (૧૮૮૫), નળાખ્યાન (૧૮૮૫), પદબંધ ભાગવત (૧૮૮૯), કૃષ્ણચરિત્ર (૧૮૯૫), આદિ ભક્તકવિ નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ (૧૯૧૩) વગેરેનું સંપાદન કર્યું હતું. તેમણે અન્યો દ્વારા ત્રણ ભાગમાં ભાષાંતરિત મહાભારત (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૧૨)નું ભાષાંતર સંપાદિત કર્યું હતું.[૨][૩][૧૧]

તેમણે ઘણી કૃતિઓ ગુજરાતીમાં ભાષાંતરિત કરી છે જેમાં રાસેલાસ (૧૮૮૬), યમસ્મૃતિ (૧૮૮૭), મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર (૧૮૮૭), ચારુચર્યા અથવા શુભાચાર (૧૮૮૯), અરેબિયન નાઈટ્સ ભાગ ૧ અને ૨ (૧૮૮૯), કથાસરિત્ સાગર ભાગ ૧ અને ૨ (૧૮૯૧), કળાવિલાસ (૧૮૮૯), વિદુરનીતિ (૧૮૯૦), કામંદકીય નીતિસાર (૧૮૯૦), સરળ કાદંબરી (૧૮૯૦), શ્રીધરી ગીતા (૧૮૯૦), શુક્નીતિ (૧૮૯૩), બાળકોનો આનંદ ભાગ ૧ અને ૨ (૧૮૯૫), રાજતરંગિણી અથવા કાશ્મીરનો ઇતિહાસ ભાગ ૧ (૧૮૯૮), ઔરંગઝેબ (૧૮૯૮), પંચદશી (૧૯૦૦), વાલ્મીકિ રામાયણ (૧૯૧૯)નો સમાવેશ થાય છે.[૨][૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  6. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  7. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  8. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  9. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  10. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  11. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]