લખાણ પર જાઓ

સર્જક:ઉત્તમલાલ ત્રિવેદી

વિકિસ્રોતમાંથી
ઉત્તમલાલ ત્રિવેદી
જન્મ ૧૬ ડિસેમ્બર 1872
અમદાવાદ
મૃત્યુ ૯ ડિસેમ્બર 1923
વ્યવસાય લેખક
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત
શિક્ષણ બી.એ., એલ.એલ.બી.

ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી (૧૬ ડિસેમ્બર ૧૮૭૨ – ૯ ડિસેમ્બર ૧૯૨૩) ભારતના ગુજરાતી લેખક અને અનુવાદક હતા.

ત્રિવેદીનો જન્મ ૧૬ ડિસેમ્બર ૧૮૭૨ના રોજ બ્રિટિશ ભારતના અમદાવાદ ખાતે થયો હતો. ૧૮૮૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તેમણે ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો જ્યાંથી તેઓ ૧૮૯૧માં સ્ન્તાતક (બી.એ.) થયા. એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરી તેમણે રાજકોટ ખાતે કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી હતી. ૧૯૦૪માં તેઓ વકીલ તરીકે કામ કરવા બોમ્બે ગયા.

મુંબઈમાં ત્રિવેદી કેળવણી પરિષદ, સાહિત્ય પરિષદ અને નગર મંડળ જેવી અનેક સામાજિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે થોડા સમય માટે ફોર્બ્સ ગુજરાતી સભાના સચિવ તરીકે સેવા આપી હતી. તેમણે સમકાલીન રાજકીય મુદ્દાઓ પર લેખો અને સામાજિક, રાજકીય અને સાહિત્યિક મુદ્દાઓ અંગે પ્રેસને પત્રો લખ્યા હતા. તેઓ ગોવર્ધનરામ ત્રિપાઠી, આનંદશંકર ધ્રુવ, નરસિંહરાવ દિવેટિયા અને કેશવ હર્ષદ ધ્રુવ સહિતના અનેક લેખકો સાથે ગાઢ સંપર્કમાં હતા.

તેમના લેખો મુખ્યત્વે ગુજરાતી સામયિક વસંત અને સમલોચકમાં પ્રકાશિત થયા હતા. બાદમાં તેઓએ આ સામયિકોના સંપાદક તરીકે કામ કર્યું. તેમણે પારસી એને પ્રજામિત્ર, સાંજ વર્તમાન, હિન્દુસ્તાન અને ઇન્ડિયન રીવ્યુ સહિતના સામયિકોમાં લેખો પ્રકાશિત કર્યા હતા. તેમણે ૧૯૧૯માં થોડા સમય માટે ડેઇલી મેઇલના સંપાદક તરીકે પણ સેવા આપી હતી.

ગોવર્ધનરામની મહાકાવ્ય-નવલકથા સરસ્વતીચંદ્રની ત્રિવેદીની ટીકા એક નોંધપાત્ર કૃતિ માનવામાં આવે છે. તેમણે 'સરસ્વતીચંદ્ર અને આપનો ગૃહસંસાર' નામના લેખોની શ્રેણી લખી હતી જેમાં તેમણે પ્લોટ-બાંધકામ અને ચરિત્રીકરણની દૃષ્ટિએ સરસ્વતીચંદ્રનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કર્યું હતું. ત્રિવેદીએ નર્મદના જાહેર જીવન અને મણિલાલ દ્વિવેદીના સાહિત્યિક જીવન પર પણ લખ્યું હતું. ત્રિવેદીએ લખેલા અન્ય લેખોમાં જી.એમ. ત્રિપાઠી : એ હિન્દુ આઇડિયાલિસ્ટ, હિસ્ટોરિકલ સર્વે ઓફ નેશનલ ઇન્ડિયન પોલિટિક્સ એન્ડ ઇન્ડિટ્યુશનલ થિયરી ઓફ હિન્દુ લો સામેલ છે.

તેમણે લોકમાન્ય તિલક દ્વારા ગીતા રહસ્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. તેમના અન્ય અનુવાદોમાં બ્રિટિશ હિન્દુસ્તાન નો અર્થિક ઇતિહાસ (૧૯૯૦) અને અકબર (૧૯૨૩)નો સમાવેશ થાય છે. ત્રિવેદીના લખાણોનો સંગ્રહ રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશીએ ૧૯૭૧માં ગુજરાતી સંહિતા પરિષદ દ્વારા પ્રકાશિત ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ શીર્ષક હેઠળ સંકલિત અને સંપાદિત કર્યો હતો.

૯ ડિસેમ્બર ૧૯૨૩ના રોજ તેમનું અવસાન થયું હતું.