સર્જક:કાળુજી
કાળુજી એ ગુજરાતના એક સંત કવિ હતા. [૧]
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ટાંકારા પાસે મેઘપુર નામના ગામમાં ઝાલા ગરાસિયા કુળમાં ઈ. સ. ૧૮૭૧માં (ચૈત્ર સુધ ૪, વિ. સ. ૧૯૨૭) ના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ ખેંગરાજી અને માતાનું નામ ફઈબા હતું. તેમના લગ્ન ઈ. સ. ૧૮૯૦ (માગસર સુદ ૧૦, વિ. સં ૧૯૪૬)ના દિવસે કરણીબા સાથે થયા હતા. તેમણે ઈ. સ. ૧૮૯૩ (ભાદરવા સુદ ૨, વિ. સં.૧૯૪૯) ના દિવસે મારવાડના બખશાજી મહારાજની પરંપરાના સંત મંગળગરજી પાસે દીક્ષા લીધી હતી. તેમને પ્રાણબા (પેઢદા તાલુકો લખતર)નામે એક શિષ્યા હતા તેઓ પણ ભજનો આદિ રચતા. તેમના પિતા ઈ. સ. ૧૯૧૩માં , માતા ઈ. સ. ૧૯૧૯માં અને પત્ની ૧૯૨૦માં અવસાન પામ્યા.૭૦ વર્ષની વયે ઈ. સ. ૧૯૪૧માં સંત કાળુજી અવસાન પામ્યા. [૨]
રચનાઓ
[ફેરફાર કરો]સંત કાળુજીએ ભક્તિ જ્ઞાન યોગ અને ઉપદેશની ભજનવાણીઓ રચી છે. તેમાં તેમણે કીર્તન, કુંડળિયા, ભજન, પદ, બારમાસ, કાફી, સંધ્યા, પ્રભાતી, સાવળ, પ્યાલો, ઝીલણિયાં, ધોળ, સરવડાં, થાળ, અંતકાળિયા, આરતી, સ્તુતિ, રાસ, રાસડા, તિથિ, વાર, મહિનો, પરજ જેવી ભક્તિ સાહિત્ય પ્રકારો રચ્યાં છે. તેમણે ૧૪૦ પંક્તિઓ ધરાવતી ચિંતામણી, ૧૨૫ પંક્તિઓ ધરાવતી 'કક્કા', ૩૦ જેટલા કુંડળિયા અને ૧૫૦ જેટલી સાખીઓ રચી છે. તેમણે લખેલ સાહિત્ય "શ્રી ભગત શ્રી કાળુજી કૃત ભજન ચિંતામણી" નામ્ના પુસ્તકમાં પ્રકાશિત થયું છે.[૨]
તેમની રચનાઓમાં મહાપંથી-ભજનમાર્ગી - નિજારી સંપ્રદાયની વિચારધરા સાથે કબીરની ઉપાસના પણ જોવા મળે છે. તેમની રચનાઓમાં અનેક પમ્થ સંપ્રદાયોની વિવિધ સાધનાનો સમન્વય જોવા મળે છે. [૨]