સર્જક:કેશવલાલ ધ્રુવ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જન્મ ૧૭ ઓક્ટોબર 1859
બહિયેલ (તા. દહેગામ)
મૃત્યુ ૧૩ માર્ચ 1938
વ્યવસાય અનુવાદક, સંપાદક, સાહિત્યિક વિવેચક, philologist
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત

ધ્રુવ કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’ (૧૭-૧૦-૧૮૫૯, ૧૩-૩-૧૯૩૮) : ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં. ૧૯૦૮ માં એ જ હાઈસ્કૂલમાં હેડમાસ્તર. ૧૯૧૫ માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક તરીકે નિમાયા. ૧૯૩૪ માં નિવૃત્ત. ૧૯૨૦ થી ૧૯૩૮ સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. ૧૯૦૭ માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

સાહિત્ય પ્રદાન[ફેરફાર કરો]

અનુવાદ[ફેરફાર કરો]

સંસ્કૃત કાવ્યો :

 • અમરુશતક(૧૮૯૨);
 • ગીતગોવિંદ(૧૯૮૫);
 • છાયાઘટકર્પર(૧૯૦૨)


સંસ્કૃત નાટકો :

 • ભાસ: પ્રધાનની પ્રતિજ્ઞા(૧૯૧૫);સાચું સ્વપ્ન(૧૯૧૭); મધ્યમવ્યાયોગ(૧૯૨૦);પ્રતિજ્ઞા(૧૯૨૮)
 • વિશાખાદત્તઃ મુદ્રારાક્ષક (મેળની મુદ્રિકા - ૧૮૮૯)
 • હર્ષઃ પ્રિયદર્શિકા (વિન્ધ્યવનની કન્યકા - ૧૯૧૬)
 • કાલિદાસઃ વિક્રમોર્વશીયમ્ (પરાક્રમની પ્રસાદી - ૧૯૧૫)

સંપાદન[ફેરફાર કરો]

 • ભાલણની કાદંબરી : પૂર્વભાગ(૧૯૧૬)
 • ભાલણની કાદંબરી : ઉત્તરભાગ(૧૯૨૭)
 • રત્નહાસ લિખિત હરિશ્ર્ચન્દ્રાખ્યાન(૧૯૨૭)
 • અખા ભગત રચિત અનુભવબિંદુ(૧૯૩૨)