સર્જક:ધીરા પ્રતાપ બારોટ

વિકિસ્રોતમાંથી
જન્મ 1753
મૃત્યુ 1825
વ્યવસાય કવિ
ભાષા ગુજરાતી ભાષા

ધીરા પ્રતાપ બારોટ અથવા ધીરો ભગત તરીકે ઓળખાતા કવિનો જન્મ ઈ.સ.૧૭૫૩ના વર્ષમાં વડોદરા જિલ્લાના ગોઠડા ગામે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ બારોટ અને માતાનું નામ દેવબા હતું. ધીરા ભગતનું મન નાનપણથી ભક્તિ તરફ વળ્યું હતું. સાધુ-સંન્યાસીઓની સેવા કરતાં એમણે જુદા જુદા શાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો હતો. તેમના પદો કાફી નામના રાગમાં ગવાતા હોઈ તે 'કાફી' તરીકે જાણીતાં થયા હતા. એમણે પદોમાં સંસારની તથા કાયાની નિરર્થકતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત એમણે રણયજ્ઞ, અશ્વમેઘ તથા દ્રૌપદી વસ્ત્રાહરણ જેવાં આખ્યાનોની પણ રચના કરી છે. એમનું અવસાન ઇ.સ.૧૮૨૫માં થયું હતું.

દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ થયો છે.

અન્ય કડી[ફેરફાર કરો]

ગુજરાતી કવિયોનો ઈતિહાસ - ધીરો અથવા ધીરો ભક્ત