સર્જક:નટવરલાલ વીમાવાળા

વિકિસ્રોતમાંથી
૩૦, સપ્ટેમ્બર ૧૯૦૦
જન્મ નટવરલાલ મહેતા
માતૃસંસ્થા ગુજરાત યુનિવર્સિટી
જીવનસાથી હરવદન કાપડિયા

નટવરલાલ વીમાવાળા અથવા નટવરલાલ શંભુ અથવા નટવરલાલ મહેતા એ ગાંધી યુગના લેખકમાંના એક હતાં. તેમણે બાળકો માટે ૪૬ જેટલા પુસ્તકો લખ્યા હતા. [૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૩૦, સપ્ટેમ્બર ૧૯૦૦ ના દિવસે થયો હતો. તેમની મૂળ અટક મહેતા હતી. તેમની માતનું નામ વિજયાલક્ષ્મી તથા પિતાનું નામ મૂળચંદ હતું, પિતાના વીમાના વ્યવસાયના કારણે તેઓ વીમાવાળા તરીકે જાણીતા થયા. તેમાના કુટુંબને કવિ નર્મદ સાથે સારો સંબંધ હતો. તેમના દાદાએ કવિ નર્મદને ઘણી આર્થિક મદદ કરેલી. તેમના પિતા મૂળચંદ ઘેલાભાઈએ ગુજરાતી ભજનો અને ગીતો લખ્યાં હતાં. ચન્દ્રવદન ચિમનલાલ મહેતા તેમના એક પિતરાઈ ભાઈ હતા. તેમણે પ્રાથમિક શાળાનો અભ્યાસ મુંબઈમાં કર્યો અને આગળનો અભ્યાસ વિલ્સન કોલેજ, ફર્ગ્યુસન કોલેજ, ગુજરાત મહાવિધ્યાલયમાં કર્યો હતો. અભાસમાં તેમણે સળંગ પ્રથમ વર્ગ જાળવી રાખ્યો હતો. તેમણે સ્નાતકની પરીક્ષા જતી કરી, બારડોલી સત્યાગ્રહમાં ઝૂકાવ્યું. આને કારણે અભ્યાસ અટક્યો અને સાહિત્ય પ્રકાશનના કામમાં પરોવાયા.

પ્રથમ લગ્ન માટે જ્ઞાતિમાં જ વિવાહ થયો હતો પણ તે તોડી નાંખવો પડ્યો. આ માટે જ્ઞાતિના ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો. અંતે જ્ઞાતિ બહાર લગ્ન કર્યું.તેમના લગ્ન હરવદન કાપડિયા સાથે થયા હતા.


સાહિત્ય રચનાઓ[ફેરફાર કરો]

તેમને દસ વર્ષની ઉંમરે સાહિત્યનો રંગ લાગ્યો હતો. એ ઉમરથી જ સામાયિકોમાં લેખો, કવિતાઓ લખતાં હતાં. બંગાળી કથા પાત્ર ગોપાલ ભાંડને ગુજરાતી સાહિત્યામાં ઉતારવા માટે તેઓ જાણીતા છે. ગોપાલ ભાંડ અકબરના બીરબલ જેવું જ બંગાળી સહિત્યનું એક વિશેષ પાત્ર છે. [૧]જીવન પર ગાંધીજી, અમૃતલાલ પઢિયારનાં અને અપ્ટન સીન્ક્લેરનાં પુસ્તકોની ઘણી અસર હતી

  • ૧૯૧૫ – પહેલું પ્રકાશન, મરાઠી પરથી ’શિર હીન શબ’ નામની ડિટેક્ટિવ નવલકથાનો પહેલો ભાગ. ઘણા વખત પછી ‘બેગમ કે બલા’ નામે પ્રસિદ્ધ કરેલી.
  • ૧૯૨૧– ભાઈ સાથે ગાંડિવ સાહિત્ય મંદિરમાં. નવજીવનનાં પુસ્તકોથી શરૂઆત. શરૂઆતમાં ગાંડિવમાં નિર્દોષ વિનોદ માટે ‘તોપ’ નામનું સામાયિક શરૂ કર્યું હતું!
  • ૧૯૨૨ – ગાંડિવ માટે પ્રેસ શરૂ કર્યું.
  • ૧૯૨૯ – સાહિત્ય પરિષદને બાળસાહિત્ય પ્રકાશન કરવામાં મદદ, શ્રી રમણ કાંટાવાળા સ્મારક તરીકે ‘મધપૂડો’નું પ્રકાશન [૨]

રચના[ફેરફાર કરો]

ગાંડિવ કથામાળા અને સ્ત્રી શક્તિ ગ્રંથમાળામાં અનેક પુસ્તિકાઓ બહાર પાડી છે

કૃતિઓ[ફેરફાર કરો]

બેગલ કે બલા, બરફીપુરી, સોનેરિ શિરા અથવા પાટલી પુત્રનો પ્રલયકાળ (સાતમી સદીના સમયની એક અમોરંજક તથા ચિત્તવેધક નવલકથા) - ૧૯૨૦ બે આવૃત્તિઓ; મેઘ ધનુષ : "કકુંબરાનો મોટો ભાઈ) - ૧૯૪૦ - બે આવૃત્તિઓ , મોતીના દાણા -૧૯૩૦- બે આવૃત્તિઓ, ખોટી ખોટી વાતો - ૧૯૩૯ (બે આવૃત્તિઓ), રીકી ટિક્કે તવી ( રુડયાર્ડ કીપલીંગની વાર્તા) ૧૯૩૫ - (બે આવૃત્તિઓ), ખરેખરી વાતો૧૯૪૦ - (બે આવૃત્તિઓ), ગામટીકા ૧૯૩૪ - (બે આવૃત્તિઓ), ચોપગાની ચતુરાઈ ૧૯૩૪ - (બે આવૃત્તિઓ), મધપુડો ૧૯૪૩ - (બે આવૃત્તિઓ), બકુલ ૧૯૨૮ - (બે આવૃત્તિઓ), ધુપસળી ( એચ સી એન્ડર્સનના પુસ્તકનો અનુવાદ) ૧૯૨૮ - (બે આવૃત્તિઓ), ભવાટવી ૧૯૩૩ - (બે આવૃત્તિઓ), પ્રાણી પુરાણ, બીરબલનો બંધો ૧૯૩૦ - (બે આવૃત્તિઓ), લીલીની આત્મકથા ૧૯૩૩ - (બે આવૃત્તિઓ), તોફાની ટીપુડો ૧૯૨૮- (બે આવૃત્તિઓ), રશીદાની પેટી અને બીજી વાતો [૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  2. https://sureshbjani.wordpress.com/2015/03/10/natwarlal-vimawala/
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).