લખાણ પર જાઓ

સર્જક:નરસિંહરાવ દિવેટિયા

વિકિસ્રોતમાંથી
જન્મ ૩ સપ્ટેમ્બર 1859
અમદાવાદ
મૃત્યુ ૧૪ જાન્યુઆરી 1937
અમદાવાદ
વ્યવસાય કવિ, સાહિત્યિક વિવેચક, linguist
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત
નોંધનીય કાર્ય કુસુમમાળા

દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ, જન્મ ળ્ ૩-૯-૧૮૫૯,

અવસાન : ૧૪-૧-૧૯૩૭

કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી.

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો . પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. સને ૧૮૮૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તેમણે સંસ્કૃત વિષય સાથે બી.એ. ની પદવી લીધી. ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને ૧૮૮૪માં ખેડામાં આસિસ્ટન્ટ કલેકટર.

દક્ષિણ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને પ્રભાવિત કર્યું. તેવી જ રીતે હૈદરાબાદ (સિંધ)ના વસવાટને કારણે બોલીઓનો ખ્યાલ આવ્યો. થોડો વખત ઍક્ટિંગ કલેકટર અને બાકીનો સમય આસિસ્ટન્ટ કલેકટર તરીકે નોકરી કરી. ૧૯૧૨માં નિવૃત્તિવય પહેલાં નિવૃત્ત. ૧૯૧૫માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૨૪માં રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]