સર્જક:બાલાશંકર કંથારીયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બાલાશંકર કંથારીયા
જન્મ ૧૭ મે 1858
નડીઆદ
મૃત્યુ ૧ એપ્રિલ 1898
વડોદરા
વ્યવસાય અનુવાદક, કવિ
ભાષા ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા, ફારસી, અરબી ભાષા, વ્રજ ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત

બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા[૧]નો એ જાણીતા ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ ૧૭ મે ૧૮૫૮માં નડીઆદમાં સઠોદર નાગર કુળમાં થયો હતો.[૨][૩]

અભ્યાસ[ફેરફાર કરો]

તેમણે કૉલેજના પહેલાં વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. ફારસી, અરબી, સંસ્કૃત, વ્રજ, હિંદી ભાષાઓ અને સંગીત, પુરાતત્વ વિ. ના તેઓ સારા જાણકાર હતા.[૨]

જીવન[ફેરફાર કરો]

અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય 'બુધ્ધિપ્રકાશ'ના સંપાદક પણ રહ્યા.[૨]

અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મુખ્ય પ્રણેતા ગણાય છે. મણિલાલ દ્વિવેદી તેમના ખાસ મિત્ર હતાં. તેઓ પોતાને દલપતરામના ‘પદ-રજ સેવક’ તરીકે ઓળખાવતા, શિખરિણી છંદ એમની વિશિષ્ટતા હતી.[૨]એમ કહેવામાં આવે છે કે કલાપીએ ગઝલ લખવાની કળા તેમની અને મણિલાલ દ્વિવેદી પાસે શીખી.[૪]

તેઓ ૧ એપ્રિલ ૧૮૯૮ના દિવસે વડોદરા ખાતે અવસાન પામ્યા.[૨]

સાહિત્ય-સર્જન[ફેરફાર કરો]

'ક્લાન્ત કવિ', 'બાલ' જેવા ઉપનામ હેઠળ તેઓ પોતાનું સાહિત્ય સર્જન કરતાં. પર્શિયન ઢબની કવિતાઓનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષામાં આણવાનો શ્રેય તેમને જાય છે.[૩]તેમણે ક્લાન્ત કવિ, હરિપ્રેમ પંચદશી જેવા કાવ્ય સંગ્રહો રચ્યાં છે. તેમણે અનુવાદ ક્ષેત્રે કર્પૂર મંજરી, મૃચ્છકટિક, સૂફી ગઝલોના અનુવાદ આદિ સાહિત્ય સર્જન કર્યું છે.[૨]

'ગુજારે જે શિરે તારે' તે એમની અત્યંત લોકપ્રિય કૃતિ છે. ક્લાન્ત કવિનામને તેમની કૃતિ શિખરિણી છંદમાં લખાયેલી ૧૦૦ કડીઓ ધરાવે છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  3. ૩.૦ ૩.૧ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).
  5. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 1036: attempt to index local 'utilities_page_ptr' (a nil value).