સર્જક:લાભુભાઈ સોનાણી

વિકિસ્રોતમાંથી

ભાવનગરનાં તરસમિયા ગામે રહેતા ટપુભાઈ સોનાણું અને અજવાળીબેનના ત્રણ પુત્રો અને એક દીકરી સાથેનો નાનો અને સુંદર પરિવાર હતો. જેમાં ત્રીજા પુત્ર તરીકે ૧પ માર્ચ ૧૯દ્ધ૭માં જન્મેલું બાળક એક નજરે જ મન હરી લે તેવી સુંદરતા અને તેજસ્વતા ધરાવતું હતું, પણ આ બાળક સાડા ત્રણ કે ચાર વર્ષની આયુએ પહોંચતાં જ પરિવાર પર આફત આવી હોય તેમ કુદરતે કરવટ બદલી અને આ બાળક ટાઈફોઈડની બીમારી વચ્ચે જીવનમૃત્યુની સંતાકુકડી રમવા લાગ્યું. ડૉકટરે પણ તેની જીવવાની આશા છોડી દીધી હતી. તેમણે કહયું: “આ બાળક ટાઈફોઈડની અસરને લીધે અંધ બની ગયું છે, તમે બાળકને ઘરે લઈ જાવ. ઘરે જ સારવાર કરો, તેની જિન્દગી હવે અ૯પ છે.” પોતાના વહાલસોયા પુત્રને આવી હાલતે નિરાશા સાથે ટપુભાઈ બીમાર બાળકને ઘરે લાવવા રવાના થાય છે. એ જ વેળાએ રસ્તામાં બીમાર બાળકના કાને કેળાં વેચનાર ફેરિયાનો અવાજ પડે છે અને તુરંત જ બાળક કેળાં ખાવાની માંગણી કરે છે. જેના પ્રત્યુતરમાં નિરાશ થયેલા પિતાએ કહયું: “ભલે કેળાં ખાય.” બીમાર બાળક બે કેળાં ખાઈ સૂઈ ગયું. અને સી-આંખોમાં નિરાશાનો અંધકાર લઈ ઘરે પહોચ્યાં. કેળાં ખાવાનો સિલસિલો ગામડે પણ યથાવત્ રહયો. દરરોજ આ બાળક ડઝન બે ડઝન કેળાં ખાવા લાગ્યો અને બીમારીને માત આપી, શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. પરિવારમાં પણ ખુશીઓ માહોલ છવાય ગયો. એક જ વાતનો રંજ રહયો કે - આ બાળક હવે પછીની ઈનયા કયારેય નહિ

નિહાળી શકે. આ બાળક એટલે “પ્રજ્ઞાચક્ષુઓના ગાંધીજી’ કહી શકાય એવા શ્રી લાભુભાઈ ટપુભાઈ સોનાણી.

લાભુભાઈએ નાની ઉંમરે ટાઈફોઈડ તાવની બીમારીમાં આંખની દૃષ્ટિ ગુમાવી અને પાંચ વર્ષ પૂર્ણ કરે તે પહેલાં માતા અજવાળીબેનનું માતૃછત્ર પણ ગુમાવ્યું. તેમ છતાં હિંમત હાર્યા વગર પોતાના પરિવારના સંપૂર્ણ સહયોગથી નવ વર્ષની ઉમરે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવા ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં પ્રવેશ મેળવ્યો અને શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી. આદર્શ નેતૃત્વનાં કૌશલયનું તેલ આ સમયે જ તેમના જીવનમાં પરાયું. તેઓ સતત ચાર વર્ષ સુધી સંસ્થાનાં જી.એસ. (જનરલ સેક્રેટરી) તરીકે વિનાશરતે ચૂંટાઈ આવ્યા હતા અને વિદ્યાર્થીઓની નાર્ની-મોટી કમિટીમાં જોડાઈ, વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન સંભાળ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆત શિક્ષક સામે પારદર્શક રીતે કરી, ત્વરિત નિવારણ લાવવા સારા મધ્યસ્થીની ભૂમિકા ભજવતા. તેમણે માધ્યમિક શિક્ષણ ભાવનગરની વિશુદ્ધાનંદ વિદ્યામંદિર અને અંધજના મંડળ અમદાવાદમાં મેળવ્યું.

લાભુભાઈએ ન્યુ એસ.એસ.સી.ની પરીક્ષામાં શાળામાં તેમજ પ્રજ્ઞાચક્ષુ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવી “ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. આગળ તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ તેમજ ભોપાલ યુનિવર્સિટીમાંથી આર.સી.આઈ. માન્ય પ્રજ્ઞાચક્ષુ માટેનું સ્પેશ્યલ બી.ઍ. પણ સફળતાપૂર્વક પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરેલ. આ ઉપરાંત સંગીતમાં વિશારદની પદવી મેળવેલ છે.

લાભુભાઈનો મનપસંદ વિષય વિકલાંગ વ્યકિતઓનાં પુનઃસ્થાપન માટે ઘડાયેલા વિવિધ ધારાઓ છે.

તેઓ હંમેશાં તેના અસરકારક અમલીકરણમાં તત્પર રહે છે. તેઓ છેલ્લા

ત્રણ દાયકાથી પ્રજ્ઞાચક્ષુ, શ્રવણમંદ, મંદબુદ્ધિ, મગજનાં લકવાવાળાં બાળકો તેમજ હલન-ચલનની ખામી ધરાવતાં વ્યકિતઓ માટે નિદાન, સારવાર, શિક્ષણ, તાલીમ, પુનર્વસન તેમજ આ ક્ષેત્રે મેનપાવર ડેવલોપમેન્ટ કરવાનું કાર્ય કરી રહયા છે. લાભુભાઈનો ધ્યેય વિકલાંગો માટે ભાવનગર જિ૯લો - સમગ્ર ભારતમાં એક આદર્શ જિ૯લો બની દેશનું કેન્દ્રબિંદુ બને અને કામના અભાવે કોઈપણ વિકલાંગને બિચારાં તરીકે જીવન વ્યતીત કરવું ન પડે તે છે. આ ઉમદા ધ્યેયને પરિપૂર્ણ કરવા લાભુભાઈ જિલ્લા અને રાજય સ્તરે વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ, અવિરત સેવા આપી રહયા છે. શ્રી લાભુભાઈ સોનાણીએ કરેલ કાર્યોની આ માત્ર સંક્ષિપ્ત વિગત છે. જેના સંપૂર્ણ કાર્યો વિશે માહિતીની નોંધ આપવી અતિ મુશ્કેલ છે. વર્ષ ૨૦૧૩માં તેઓ મેંનન્જાઈટસ (Meningitis)ની જીવલેણ બીમારીના ભોગ બન્યા હતા. જેના કારણે શરીરમાં લગભગ અડધા અંગો સાવ નિર્જીવ બન્યાં હતાં. આ બીમારી અડધા વર્ષથી પણ વધારે સમય સુધી ચાલી હતી. પણ તેઓ “અડગ, મનના માનવી” અને “મજબૂત ઈચ્છાશંકત ધરાવતા વ્યકત” હોવાને લીધે ફરી વાર આ જીવલેણ બીમારીને માત આપી, જીવનની બીજી ઘાત એક ઝાટકામાં વટાવી દીધી હતી ! સાચે જ… આ એક ઈશ્વરીય ચમત્કાર કહીં. શકાય. આ તેમનો પુનર્જન્મ હતો. વિકલાંગોનાં સર્વાગી વિકાસની યાત્રામાં આવેલ અડચણરૂપ બીમારી દરમિયાન સ્થગિત થયેલ યાત્રાને તેઓએ બમણી એ આગળ ધપાવવા હવે પછીનું સમગ્ર જીવન વિકલાંગોનાં ઉત્કર્ષ માટે જીવવાનો દઢ સંક૯પ કર્યો છે. તેઓની જીવનયાત્રા દરમિયાન કરેલાં મુખ્ય કાર્યોની નોંધ નીચે પ્રમાણે લઈ શકાય.

પિતાશ્રી ટપુભાઈના આશીર્વાદ સમો સમાજસેવાનો મળેલો. બહુમૂલ્ય વારસો લાભુભાઈએ પૂરી લગન અને નિષ્ઠાથી આગળ વધાર્યો. તેઓ અંધજન સેવાકીય ક્ષેત્રે ૧૯૮૪માં સ્થાપેલ રાષ્ટ્રીય અંધજના મંડળ-ભાવનગર જિ૯લા શાખાના સ્થાપક-કારોબારી સભ્ય રહયા છે.

યુવાવસ્થામાં તેમણે શહેરની આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિ અને ફંડ એકત્રીકરણમાં સંસ્થાને સહયોગ પૂરો પાડયો છે. ૧૯૯૨માં તેઓને શ્રી અંધ અભ્યદય મંડળના ડેવલોપમેન્ટ ઑફેસર તરીકે નીમવામાં આવ્યા. સંસ્થાના ૧૦૦ થી ૭૦૦ નોંધાયેલા સભ્યો સાથે સતત પત્ર-વ્યવહારથી સંપર્કમાં રહી, તેઓ અંધ ભાઈ-બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા. દર વર્ષે યોજાતા શ્રી અંધ અભ્યદય મંડળનાં વાર્ષિક અધિવેશનનું નેતૃત્વ લઈ, અધવેશન ખર્ચને પહોંચી વળવા ફંડ એકત્રિત કરવું, જરૂરી વ્યવસ્થા ઊભી કરવી વગેરે… કર્યો કરતા અને અધવેશન દરમિયાન રોજગારીથી વંચિત સભ્યો અને જરૂરિયાતમંદ પરિવારને અનાજ-કપડાં, મેડિકલની સહાય તથા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાં જેવાં અનેકવિધ કાર્યો અવિરત રીતે મંડળ દ્વારા તેઓશ્રી કરી રહ્યા છે.

૧૯૯૫ માં રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાના માનદ્ભત્રી તરીકે ચૂંટાઈ રોજગારવાંચ્છુ નેત્રહીન વ્યકિતઓનો સર્વે કરી તેમને કામ અપાવવા-રોજગાર કેમ્પો કરવા, સરકારી નોકરી-આવા ઉમેદવારોને મળે તે માટે સરકારશ્રીને રજૂઆત કરવી, અંધત્વનવારણના કેમ્પનું આયોજન, અખિલ હિંદ અંધજન ધ્વજ સપ્તાહની ઉજવણી, જનજાગૃતિ બૂથો સ્થાપી માહિતીઓનો પ્રચાર-પ્રસાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને કોમ્યુનિટીબેઈઝડ આરોગ્યકેન્દ્રમાં ફરજ બજાવતા ડોકટરોને વિકલાંગતા મેનેજમેન્ટ અંગેની તાલીમ આપવા જેવાં મહત્ત્વનાં કાર્યો હાથ ધરેલ છે. આવી તાલીમ અંતર્ગત સૌરાષ્ટ્રભરના 300 થી વધુ ડૉકટર મિત્રોને ત્રિદિવસીય તાલીમ આપેલ છે. આ ઉપરાંત અંધ શિક્ષક સંઘને પુનઃ કાર્યશીલ કરવા યોજાયેલ અધિવેશનને વર્ષ ૨૦૦૧માં સંપૂર્ણ સહાય આપી તવંત બનાવેલ છે.

આ ઉપરાંત તેઓ સાહસક અને ઈતર પ્રવૃત્તિઓ દ્વારા પણ વિકલાંગ વ્યકિતઓની પ્રતિભા વિકસાવવાના પ્રયત્નો કરતા રહયા છે. તેઓ

વિદ્યાર્થી કાળ દરમિયાન ખોખો, કબડ્ડી, ક્રિકેટ અને ચેસ જેવી સાહસિક રમતોમાં વિશેષ રસ ધરાવતા હોવાથી ઉત્સાહભેર ભાગ લેતા. આગળ જતા રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિ૯લા શાખાનાં નેતૃત્વ હેઠળ બ્લાઈન્ડ કિકેટને પ્રોત્સાહિત કરવા વર્ષ ૧૯૯પમાં રાજયસ્તરીય “ગુજરાત કપ બ્લાઈન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન તેમના વડપણ નીચે થયેલ છે. આ ઉપરાંત તેઓ જિ૯લાસ્તરની નાની-મોટી સ્પર્ધાઓનું સમયાંતરે આયોજન કરતા રહયા છે. વર્ષ ૨૦૧૩માં ખેલ મહાકુંભ અંતર્ગત સ્ટેટ લેવલે ટુર્નામેન્ટમાં સફળ આયોજનનું નેતૃત્વ કર્યું હતું. વધુમાં, તેઓ આંખલા ગુજરાત નેત્રહીન કૅિકેટ કંટ્રોલ બોર્ડ-ગુજરાતનાં વાઈસ પ્રેસિડેન્ટ પણ છે. લાભુભાઈના નેતૃત્વ હેઠળ વર્ષ ૨૦૦૧માં તળાજા ખાતે અને વર્ષ ૨૦૧૬માં ભાવનગર ખાતે રાજયકક્ષાની ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયેલ છે, જેમાં કેટલાક ફિડે (FIDE)ની વિશ્વસ્તરીય રેટિંગ ધરાવતા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. વર્ષ ૧૯૯૯માં ઑલ ગુજરાત એગ્લેટિકસ સ્પર્ધાનું સફળ સંચાલન પણ લાભુભાઈના નેતૃત્વ હેઠળ થયેલ છે. આ સિવાય સાહસિક અને ઈતર પ્રવૃત્તિઓમાં વર્ષ ૧૯૯૭માં રાજયકક્ષાની બ્લાઈન્ડ નાટ્યસ્પર્ધા, વર્ષ ર૦૦૧માં કવિતા વાંચન સ્પર્ધા તેમજ વર્ષ ૨૦૧૬માં ૧પ૦ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના ૧પ દિવસીય ઉત્તર ભારતના સાહસિક પ્રવાસનું આયોજન સમાવી શકાય. આવી પ્રવૃત્તિઓનું વર્ણન શબ્દોમાં શકય નથી. આ પ્રવૃત્તિઓ ‘ગાગરમાં સાગર’ સમાન છે.

નેત્રહીન વ્યકિતઓને સંગીત વિદ્યાસહાયક તરીકે નોકરી મળે તે માટે વિશિષ્ટ પ્રયત્નો કરી રજૂઆત, પત્રવ્યવહાર અને જનઆંદોલનનું નેતૃત્વ લીધેલ છે. આ ઉપરાંત વિકલાંગતાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓનું સંગઠન -ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘનું નેતૃત્વ વર્ષ ર૦૦પથી સંભાળી રહયા છે.

વર્ષ ૨૦૦૯માં વિકલાંગ બાળકોની સ્થગિત કરાયેલ સંકલિત

શિક્ષણ યોજનામાં ૧રપ૦ શિક્ષકોને દોઢથી પોણા બે વર્ષ સુધી પગારથી, વંચિત રાખવામાં આવ્યા હતા. આવા શિક્ષકોને લાભુભાઈની દરમિયાનગીરીથી તા.૦૧-૧૨-૨૦૧રનાં રોજ પગારભથ્થાંની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવી હતી. નવી સંમિલિત શિક્ષણ યોજના આવવાથી, જૂની સંકલિત શિક્ષણ યોજનામાં કાર્યરત આશરે ૧૦૦૦થી વધુ શિક્ષકો બેરોજગાર બન્યા હતા. તેને પુનઃ નોકરી પર સ્થાપિત કરવા લાભુભાઈએ જહેમત ઉઠાવી, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાથે મસલતો કરી યોગ્ય નિરાકરણ લાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત વિકલાંગતાના યોગ્ય અમલ માટે જનજાગૃતિના અનેક કાર્યક્રમોનું આયોજન તેમના માર્ગદર્શન નીચે થઈ રહયું છે, જેનો લાભ રાજયના સમગ્ર વિકલાંગ વર્ગને મળી રહયો છે.

વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૧ની વિદ્યાસહાયકોની ભરતીમાં વંચિત રહી ગયેલ પ્રજ્ઞાચક્ષુઓને ઉચ્ચતર પ્રાથમિકમાં વિષય શિક્ષક તરીકે નિમણૂક અપાવવા જનઆંદોનલ છેડી, લાંબી કાનૂની લડાય ચલાવી, ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતાં 3૪ નેત્રહીન વ્યકિતઓને તા.૦૬-૦૭-ર૦૧3નાં રોજ ગાંધીનગર મુકામે નિમણૂકપત્રો અપાવ્યા હતા. આમ, તેઓએ અન્યાય પામેલ નેત્રહીનોને હાઈકોર્ટમાં સરકાર સામે લડત કરવા જરૂરી કાનૂની સહાય, જનઆંદોલન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિકલાંગો પ્રત્યે આમસમાજની વિચારધારા બદલાય, તે માટે કરેલા અથાક્ પ્રયત્નોના લીધે “વિકલાંગોના ગાંધીજી’ એવું બિરુદ એકઠા થયેલા વિકલાંગ આંદોલનકારીઓએ આપ્યું છે. જે લાભુભાઈના વ્યકિતત્વને ખરી ઊંચાઈ આપે છે.

તેઓ ર૦૧૩ની બીમારી બાદ સતત પ્રજ્ઞાચક્ષુ પ્રતિભાઓ અને પ્રજ્ઞાચક્ષુ વ્યકિતઓમાં છુપાયેલી સુષુપ્ત શકિતઓને સમાજ સામે લાવવાના ભાગરૂપે, “ચાલો, નિહાળીએ આંખ વિનાની દુનિયા”, “ઓલવાયાં અંધારાં

ને ચમક્યા સિતારા”, “આંખ વિનાનાં અનોખાં અજવાળાં”, “ચાલો, બતાવું મારી આંખ વિનાની જીવનયાત્રા”, “દિવ્ય દષ્ટિના કલા સાગરમાં ડૂબકી', પાંગરી પ્રતિભા આંગળીના ટેરવે”, “આંગળીનાં ટેરવે દીઠી દુનિયા” તેમજ બંધ આંખે, પ્રર્મોતની પાંખે', જેવાં હૃદયસ્પર્શી શીર્ષક સાથેનાં વિશિષ્ટ પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યકમો સમાજ સામે પ્રસ્તુત કરી, પુનઃ સ્થાપનનો નવો ચીલો ચાતર્યો છે. આ ઉપરાંત-શ્રીમદ્ ભાગવત કથા જેવા ઘર્મક કાર્યકમો, વિવિધ શૈક્ષણિક અને ધાર્મિક તહેવારોની સામાન્ય વ્યકિતઓની સાથે ઉજવણી કરવી વગેરે...જેવા કાર્યક્રમો અવિરત રીતે કરી રહયા છે. જેના પરિણામ સ્વરૂપ લાભુભાઈના વડપણ હેઠળ ચાલતી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાને વર્ષ ર૦૧૬ની રાજયની ૧૧ હજારથી વધુ માધ્યમિક શાળાઓમાંથી દ્વિતીય શ્રેષ્ઠ શાળા તરીકે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પસંદ કરવામાં આવી છે. જે બદલ શાળાને રૂપયા ૪ લાખનો પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત લાભુભાઈએ વિકલાંગો માટે શિક્ષણ, રોજગાર અને પુનઃ સ્થાપનનાં કાર્યોને વેગ આપવા યુવાવર્ગ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સામાન્ય સમુદાયનો સહયોગ મળે તેમજ તેમનામાં વિકલાંગો પ્રત્યે સંવેદના જાગે તેવા ઉમદા હેતુથી તા.૧પ માર્ચ, ૨૦૧૭ના રોજ સંવેદનાસેતુ' અભિયાનની શરૂઆત કરી છે. સમગ્ર દેશનો આ પ્રથમ પ્રયાસ છે. જે અંતર્ગત વિવિધ શાળા-કોલેજોમાં, જુદા-જુદા પ્રાંતો અને વિસ્તારોમાં જઈ યુવાવર્ગ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-વિચારણા કરી સંવેદનાનો સેતુ સાધવામાં આવે છે, જેમાં વિકલાંગોને પડતી મુશ્કેલીઓથી વાકેફ કરી, સૌના સહિયારા પ્રયાસથી આવી મુશ્કેલીઓ નિવારવા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. જેના ફળ સ્વરૂપે વર્તમાન તેમજ ભવિષ્યમાં પણ વિકલાંગો સાથે થતા અન્યાયો અટકશે, પરિણામે વિકલાંગોને સમાજની મુખ્યધારામાં સ્થાના મળશે તેમજ તેઓને પુનઃસ્થાપિત થવા માટે યોગ્ય તક પ્રાપ્ત થશે.

પોતાની જન્મભૂમિને કર્મભૂમિ બનાવનાર લાભુભાઈ હાલ રાષ્ટ્રીય

અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ ઉજજવળ કરનાર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળાના સી.ઈ.ઓ. તરીકે ફરજ અદા કરી રહયા છે તેમજ ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘ, અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ અને અંધ અભ્યદય મંડળ-ભાવનગરનાં તેઓ પ્રમુખ છે. રાષ્ટ્રીય અંધજના મંડળ ભાવનગર જિ૯લા શાખામાં માનદ્ મંત્રી તરીકે સકિય સેવાઓ આપી. રહયા છે સાથોસાથ તેઓ વિકલાંગ વ્યકિતઓની અનેક સંસ્થાઓમાં જોડાઈ સીમાચિહ્ન માર્ગદર્શન આપી રહયા છે.

લાભુભાઈ સોનાણીને એનાયત કરાયેલ સન્માનપત્રો અને એવોર્ડ

(૧) વર્ષ ૧૯૯૭માં શ્રમ અને રોજગાર વિભાગ-ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ નોકરી ભરણી અધિકારી એવોર્ડ

(૨) વર્ષ ૨૦૦૭માં એન.એ.બી. રાજયશાખા દ્વારા સ્વ.શ્રી ભીખાભાઈ શાહ પારિતોષિક એવોર્ડ

(3) વર્ષ ૨૦૧૪માં અંધ અપંગ વિકાસ મંડળ-મોગરી દ્વારા શ્રેષ્ઠ સમાજસેવા બદલ એવોર્ડ

(૪) વર્ષ ર૦૧પમાં જિ૯લાના શ્રેષ્ઠ સમાજસેવક તરીકે ભાવનગર નાગરિક સહકારી બેન્ક દ્વારા સન્માના

(પ) વર્ષ ૨૦૧૭માં અંધ ક૯યાણ કેન્દ્ર-અમદાવાદ દ્વારા રાજયનો શ્રેષ્ઠ એવો ડૉ.નીલકંઠરાય છત્રપતિ એવોર્ડ

(૬) જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર દ્વારા બેસ્ટ ઈન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ડેવોલોપમેન્ટ એવોર્ડ

(૭) રોટરી કલબ રાઉન્ડ ટાઉન, ભાવનગર દ્વારા શ્રેષ્ઠ સમાજસેવક તરીકેનો એવોર્ડ

(૮)રાષ્ટ્રીય સેવા યુનિટ-મહુવા દ્વારા અંધત્વ નિવારણ ક્ષેત્રે શ્રેષ્ઠકાર્યનો એવોર્ડ

(૯) એન.એ.બી. પોરબંદર દ્વારા અંધજન કર્મવીર એવોર્ડ

(૧૦) આ ઉપરાંત લાભુભાઈને ઘણા બધા નાના-મોટા એવોર્ડ અને સન્માનપત્રોથી રાજયની અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સંમાનિત

લાભુભાઈનો સ્વાભાવ ખૂબ જ મિલનસાર અને માયાળુ હોવાના લીધે તેઓ નાના-મોટા સૌ-કોઈ સાથે ક્ષણભરમાં જ સંકલન સાધી લે છે. તેઓ પાસે ઉચ્ચ પ્રકારની લીડરશિપ હોવાના લીધે અને પોતે સર્વાનુમતમાં માનતા હોવાને કારણે પોતાના સહક, શિક્ષકો, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, અધિકારીઓ-સૌને સાથે રાખીને જ હંમેશાં કાર્ય કરે છે. તેઓ સારા વહીવટ કરતા તો છે જ, પણ શિક્ષણ, આરોગ્ય જેવા અનેક વિષયના જ્ઞાની પુરુષ છે, સારા વકતા છે. જેને સાંભળવા પણ એક લહાવો છે.

લાભુભાઈએ ક્યારેય પોતાની આંખ ગુમાવ્યાનો અફસોસ કર્યો નથી, પોતાની આ વ્યથા-કથાને હળવી રમૂજ સાથે કહેતા કે “ટાઈફોઈડમાં મારી આંખ બચી ગઇ હોત તો...હું આજે નાનો-મોટો હીરાનો વેપારી હોત, જીવનમાં વિશેષ કંઈ કરી શકયો ન હોત.” તેમનું આ વિશેષ જીવન અનેક વિકલાંગ ભાઈ-બહેનો માટે સવિશેષ બની રહયું છે. આમ, સુંદર અને પ્રેરણાત્મક વ્યકિતત્વના ધની એવા લાભુભાઈ કુદરતના કોપને આશીર્વાદમાં રૂપાંતરિત કરી, દઢ નિશ્ચયશંકેતને લીધે સામાન્ય વ્યકિતઓને આશ્ચર્યચકિત કરે તેવું જીવન જીવી રહયા છે. હાલ, તેઓ ભાવનગરમાં તેમનાં ધર્મપત્ની તલાબેન કે જેઓ પણ પ્રજ્ઞાચક્ષુ છે અને જિ૯લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દંપતીની આંખો તેમની દીકરી નિષ્ઠા છે, જેના સહકારથી તેઓ વિકલાંગોના સર્વાંગી 'વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.