લખાણ પર જાઓ

સર્જક:શ્રીમદ્ રાજચંદ્ર

વિકિસ્રોતમાંથી
શ્રીમદ્ રાજચંદ્ર
જન્મ ૧૧ નવેમ્બર 1867
વવાણિયા (તા.માળિયા-મિયાણા)
મૃત્યુ ૯ એપ્રિલ 1901
રાજકોટ
વ્યવસાય તત્વજ્ઞાની
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત
નોંધનીય કાર્ય આત્મસિદ્ધિ

ગાંધીજીના આઘ્યાત્મ ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ૯-૧૧-૧૮૬૭માં દેવ દિવાળીને દિવસે મોરબી પાસેનાં વવાણિયા ગામે થયો હતો. રાજચંદ્રને ૭ વર્ષની વયે પૂર્વ જન્મનું જ્ઞાન થયું હતું એમ માનવામાં આવે છે. તેમણે ૮ વર્ષની ઉંમરે કવિતા લખવાનો આરંભ કર્યો હતો. ૯મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષેપ્ત પદોમાં લખ્યું. ૧૨ થી ૧૬ વર્ષની વયમાં તો આઘ્યાત્મિક જગતમાં બેનમૂન કહેવાય તેવાં પુસ્તકોનું તેમણે સર્જન કર્યું. તેઓ શતાવધાન અર્થાત એકસાથે સો ક્રિયાઓ એક ઘ્યાને સફળતાપૂર્વક કરી શકતાં હતાં. પત્ની ઝબકબાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આઘ્યાત્મ ઉન્નતિને પ્રાપ્ત કરી. ૩૩ વર્ષની વયે ૯-૪-૧૯૦૧નાં રોજ રાજકોટ ખાતે મૃત્યુ પામ્યાં.