સર્જક:હરજી ભાટી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Nuvola apps ksig.png
જન્મ 1701
વ્યવસાય લેખક

હરજી ભાટી એ રામદેવજી મહારાજના ભક્ત હતા. એમનો જન્મ પંડિતજી કી ઢાણી ગામ, જે જોધપુર થી રામદેવરા જતા માર્ગ પર આવેલા ઓસિયા ગામ નજીક છે, ત્યાં રાજપુત કુટુંબમાં ઈ. સ. ૧૭૦૧ (વિ. સં. ૧૭૫૭)ના વર્ષમાં થયો હતો[૧].

તેમના પિતાના અવસાન સમયે, તેમની ઉંમર ચૌદ વર્ષ હતી. એમની ભક્તિ અને શ્રદ્ધાને કારણે રામદેવ પીરે એમને સાક્ષાત દર્શન આપ્યાં હોવાની વાયકા છે. વિ. સં. ૧૮૩૮ના વર્ષમાં એંસી વર્ષની વયે એમણે સમાધિ લીધી હતી. તેઓ રાજસ્થાનમાં પગપાળા ગામે-ગામ ફર્યા હતા. તેમનો હેતુ ધર્મ સંબંધિત રામદેવ પીરના વિચારો લોકોમાં પહોંચાડી જાગૃતિ આણવાનો હતો[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. http://www.sandesh.com/article.aspx?newsid=921 સંદેશ વર્તમાનપત્ર
  2. http://harekrsnascreations.blogspot.com/2011/04/runecha.html