સામા ઓરડીયામાં પીતળિયું ગાડું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સામા ઓરડીયામાં પીતળિયું ગાડું,
કરનભાઈ પરણે ત્યારે કુટુંબડુ જાજુ.

રાજ કોયલ બોલેo

સામા ઓરડીયામાં અધમણ મીઠું,
કરનભાઈ પરણે ત્યારે ઘડીયે ન દીઠું.

રાજ કોયલ બોલેo

સામા ઓરડીયામાં અધમણ ખાજાં,
કરનભાઈ પરણે ત્યારે વગડાવો વાજા.

રાજ કોયલ બોલેo