સારા ભાષાંતરના ગુણ
સારા ભાષાંતરના ગુણ [[સર્જક:|]] |
સારા ભાષાંતરના ગુણ
સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ :
• એ જાણે સ્વભાષામાં જ વિચારાયું અને લખાયું છે તેવું સહજ અને સરળ હોવુ જોઈએ. જે ભાષામાંથી ઉતારાયું હોયતે ભાષાના રૂઢીપ્રયોગો અને શબ્દોના વિશેષ અર્થો ન જાણનાર એને સમજી ન શકે એવું તે ન હોવું જોઈએ.
• ભાષાંતરકારે જાણે મૂળ પુસ્તકને પી જઈને તથા પચાવીને એને ફરીથી સ્વભાષામાં ઉપજાવ્યું હોય તેવી કૃતિ લાગવી જોઇએ.
• આથી સ્વતંત્ર પુસ્તક કરતા ભાષાંતર કરવાનું કામ હંમેશા સહેલુ નથી હોતું. મૂળ લેખક સાથે જે પૂરેપૂરો સમભાવી અને એકરસ થઈ શકે નહીં અને તેના મનોગતને પકડી લે નહીં, તેણે તેનું ભાષાંતર ન કરવું જોઈએ.
• ભાષાંતર કરવામાં જુદી જુદી જાતનો વિવેક રાખવો જોઈએ. કેટલાંક પુસ્તકોનું અક્ષરશઃ ભાષાંતર કરવું આવશ્યક ગણાય, કેટલાંકનો માત્ર સાર આપી દેવો બસ ગણાય તો કેટલાંક પુસ્તકોનાં ભાષાંતર સ્વ સમાજને સમજાય એ રીતે વેશાંતર કરીને જ આપવાં જોઈએ. કેટલાંક પુસ્તકો તે ભાષાના ઉત્કૃષ્ટ હોવા છતાં પોતાનો સમાજ અતિશય જુદા પ્રકારનો હોવાથી તેના ભાષાંતરની સ્વભાષામાં જરૂર જ ન હોય; અને કેટલાંક પુસ્તકોના અક્ષરશઃ ભાષાંતર ઉપરાંત સારરૂપ ભાષાંતરની પણ જરૂર ગણાય.