સીતાને તોરણ રામ પધાર્યાં

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સીતાને તોરણ રામ પધાર્યાં
લેજે પનોતી પહેલું પોંખણું

પોંખતાને વરની ભમર ફરકી
આંખલડી રતને જડી

રવાઈએ વર પોંખો પનોતા
રવાઈએ ગોરી સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં
લેજે પનોતી બીજું પોખણું

ધોંસરિયે વર પોંખો પનોતા
ધોંસરિયે ગોરી સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં
લેજે પનોતી ત્રીજું પોખણું

ત્રાંકે વર પોંખો પનોતા
ત્રાંકે રેટિયાં સોહામણા

સીતાને તોરણ રામ પધાર્યાં
લેજે પનોતી ચોથું પોખણું

પીંડીએ વર પોંખો પનોતા
પીંડીએ હાથ સોહામણા

વરરાજાને પોંખણ