સુભાષિતો:ખ
Appearance
સુભાષિતો:ખ [[સર્જક:|]] |
સુભાષિતો:ખ
- ખાળ તારી આંખડીનાં નીરને, સંકટોમાં આ ન છાજે વીરને,
એને ઠોકર મારીને રસ્તે લગાવ, ક્યાં લગી પંપાળશો તકદીરને ! - ખાંડ,મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય,
નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય - ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ જ થોડો,
બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. - ખેડુ વાળે પાણીને, લુહાર ઘડતો બાણ,
સુથાર વાળે લાકડું, જ્ઞાની વાળે જાત.