સુભાષિતો:ખ

વિકિસ્રોતમાંથી
સુભાષિતો:ખ
[[સર્જક:|]]


સુભાષિતો:ખ

  1. ખાળ તારી આંખડીનાં નીરને, સંકટોમાં આ ન છાજે વીરને,
    એને ઠોકર મારીને રસ્તે લગાવ, ક્યાં લગી પંપાળશો તકદીરને !

  2. ખાંડ,મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય,
    નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય

  3. ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ જ થોડો,
    બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે.

  4. ખેડુ વાળે પાણીને, લુહાર ઘડતો બાણ,
    સુથાર વાળે લાકડું, જ્ઞાની વાળે જાત.