સુભાષિતો:ચ
Appearance
સુભાષિતો:ચ [[સર્જક:|]] |
સુભાષિતો:ચ
- ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,
ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય - ચંગા માઢુ ઘર રહે, ત્રણ અવગુણ હોય;
કાપડ ફાટે , ઋણ વધે, નામ ના જાણે કોય. - ચાળણી થોથાં રાખીને કાઢી નાખે સાર,
સૂપડું સાર જ સંઘરે, છાંડે માંહ્યથી ધાર. - ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચીલે કપૂત
પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ સપૂત - ચોખ્ખો ઘરનો ઓટલો, ચોખ્ખો ઘરનો ચોક,
ચોખ્ખાં કપડાં જોઈને, ચોખ્ખું કહે સૌ લોક. - ચોખ્ખું મારું મુખડું, ચોખ્ખા મારાં હાથ,
ચોખ્ખા મારા દિલમાં, રહે જગતનો નાથ.