સુભાષિતો:ચ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
 1. ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,
  ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય

 2. ચંગા માઢુ ઘર રહે, ત્રણ અવગુણ હોય;
  કાપડ ફાટે , ઋણ વધે, નામ ના જાણે કોય.

 3. ચાળણી થોથાં રાખીને કાઢી નાખે સાર,
  સૂપડું સાર જ સંઘરે, છાંડે માંહ્યથી ધાર.

 4. ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચીલે કપૂત
  પણ એ ચીલે નવ ચલે, ઘોડા, સિંહ સપૂત

 5. ચોખ્ખો ઘરનો ઓટલો, ચોખ્ખો ઘરનો ચોક,
  ચોખ્ખાં કપડાં જોઈને, ચોખ્ખું કહે સૌ લોક.

 6. ચોખ્ખું મારું મુખડું, ચોખ્ખા મારાં હાથ,
  ચોખ્ખા મારા દિલમાં, રહે જગતનો નાથ.