સુભાષિતો:આ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
 1. આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
  મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ

 2. આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર
  કોક લાખ દેતા ન મળે તો કોક ટકાના તેર

 3. આભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણકલેશ,
  પણ તેનો ધારીએ નહિ, વિષાદ ઉરમાં લેશ

 4. આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ
  લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પુરા વીસ