સુભાષિતો:ઉ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
  1. ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા,
    ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ

  2. ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ રોગીનું,
    મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું

  3. ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ,
    લજ્જા ગઈ જો લાખની, ફરી ન આવે હાથ.