સુભાષિતો:ત

વિકિસ્રોતમાંથી
સુભાષિતો:ત
[[સર્જક:|]]


સુભાષિતો:ત

  1. તપે તાપે તોયે સુખડ નવ સૌરભ પરહરે,
    મરે ભૂખે ભાવે મૃગપતિ કદી ના તૃણ ચરે.

  2. ‘તું નાનો, હું મોટો’, એવો ખ્યાલ બધાનો ખોટો,
    ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો (પ્રેમશંકર ભટ્ટ)

  3. તોફાન-વાવંટોળ વેઠી ભાગ્યનાં, હૈયું ધરીને મર્દનું આગે જજો,
    શીખી જજો સહેવું છતાં હસવું સદા, છે જીવવાની જિંદગાની જીવજો.

  4. ત્યજી દોષ, ગુણો લેતા, સૂપડા સમ સજ્જન,
    દોષગ્રાહી, ગુણત્યાગી, ચાળણી-શો જ દુર્જન.