સૌભાગ્યચાંદલો
Appearance
સૌભાગ્યચાંદલો કેશવ હ. શેઠ |
મોરલા રે ! ત્હારા મનગમતા મૂલ.) |
સૌભાગ્યચાંદલો
સૃષ્ટિસોહાગ ! રાજ પુનમનો ચાંદલો:
ચાંદલો રે, ચમકે પોયણીને પ્રાણ: સૃષ્ટિ૦
વનને સોહાગ રાજ ! માણીગર મોરલો :
મોરલો રે, નાચે ઢેલડને ધ્યાન: સૃષ્ટિ૦
ગાજે છે મેહુલો, ને ઝબૂકે છે વીજળી ;
વીજળી રે, નાચે ધનને રસપાન: સૃષ્ટિ૦
સંસારે સોહ્યલો રે, માણીગર મોરલો;
મોરલો રે, સોહે બહ્વને સુકાન: સૃષ્ટિ૦
જીવન સોહાગ, રાજ ! સૌભાગ્યચાંદલો;
ચાંદલો રે, સોહે શીલને સન્માન: સૃષ્ટિ૦