સૌભાગ્ય ફળ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સૌભાગ્ય ફળ
કેશવ હ. શેઠ
(ઢાળ : ખમ્મા ! વીરાને જાઉં વારને રે લોલ )
સજનિ ! સૌભાગ્યફળ વધાવિયે રે લોલ !
ઘોળી કુંકુમ કનકથાળા જો:
જીવનને ધન્ય લ્હાય લીજીએ રે લોલ

ખીલે બગીચે રસિક ફૂલડાં રે લોલ !
ભુવને ખીલે રસબાલા જો: સજનિ !

ભાનુ તપે ચે નભો મંડળે રે લોલ !
ભુવને તપંત તેજ્બાલ જો: સજનિ !

દેવો પૂજાય દેવમન્દિરે રે લોલ !
ભુવને પૂજાય દેવબાલ જો: સજનિ !

આશા ભરેલ સ્નેહદંપતી રે લોલ !
સંસાર સ્નેહભર્યાં બાલા જો:
વિભુની એ વિભૂતિ વધાવિયે રે લોલ !