હળવે હળવે પોંખજો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

હળવે હળવે પોંખજો રે લટકાળી
હળવે હળવે પોંખજો રે કામણધીંગી
એ વર છે વેવાઈનો લાડકડો

કોકનો ચૂડલો પહેરીને
જમાઈ પોંખવા ચાલી

જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો
લટકો ને મટકો ચડી જાશે ચટકો
હળવે હળવે પોંખજો રે લટકાળી

માંગ્યો સાડલો પહેરી
જમાઈ પોંખવા ચાલી

જૂઓ રે જમાઈરાજ સાસુજીનો લટકો
લટકો ને મટકો ચડી જાશે ચટકો
હળવે હળવે પોંખજો રે કામણધીંગી


પોંખણ - વરપક્ષ ફટાણું