હિન્દુ ધર્મ(સ્વામી વિવેકાનંદ)

વિકિસ્રોતમાંથી
← આપણા મતભેદનું કારણ(સ્વામી વિવેકાનંદ) હિન્દુ ધર્મ(સ્વામી વિવેકાનંદ)
સ્વામી વિવેકાનંદ
ધર્મ ભારતની મુખ્ય જરૂરીયાત નથી(સ્વામી વિવેકાનંદ) →
From Hindi wikisource




હિન્દુ ધર્મ(સ્વામી વિવેકાનંદ)

સ્વામી વિવેકાનંદ)

પ્રાગૈતિહાસિક યુગ થી ચાલ્યા આવતા કેવળ ત્રણ જ ધર્મ આજે સંસાર માં વિદ્યમાન છે - હિન્દૂ ધર્મ, પારસી ધર્મ અને યહૂદી ધર્મ. તેમને અનેકાનેક પ્રચંડ આઘાત સહેવા પડ્યા છે, પરંતુ છતાં પણ જીવંત બની રહી તે પોતાની આંતરિક શક્તિ નું પ્રમાણ પ્રસ્તુત કરે છે. પરંતુ જ્યાં આપણે એ જોઇએ છીએ કે યહૂદી ધર્મ ઈસાઈ ધર્મ ને આત્મસાત ન કરી શક્યો, કારણ પોતાની દિગ્વિજયી બહેન- ઈસાઈ ધર્મ - દ્વારા પોતાના જન્મ સ્થાનેથી નિર્વાસિત કરી દેવામાં આવ્યો, અને કેવળ મુઠ્ઠીભર પા્રસીજ પોતાના મહાન ધર્મ ની ગાથા ગાવા માટે હવે બચ્યા છે, - ત્યાં ભારતમાં એક પછી એક ન જાણે કેટલાયે સંપ્રદાયો નો ઉદય થયો અને તેમણે વૈદિક ધર્મને મુળમાંથી હલાવી મૂક્યો; પરંતુ ભયંકર ભૂકંપના સમયે સમુદ્રતટ ના જળની સમાન એ થોડો સમય પછી હજાર ગણો બળવાન થઇને સર્વગ્રાસી ભરતીનાં રૂપમાં ફરી પરત થવા માટે થોડો પાછો હટી ગયો; અને જ્યારે આ બધો કોલાહલ શાંત થઇ ગયો, ત્યારે આ બધાજ ધર્મ-સંપ્રદાયો ને તેમની ધર્મમાતા ( હિન્દૂ ધર્મ ) ની વિરાટ કાયાએ શોષી લીધા, આત્મસાત કરી લીધા અને પોતાનમાં પચાવી નાખ્યા.

વેદાંત દર્શનની અતિઉચ્ચ આધ્યાત્મિ્ક ઉડાનોથી લઇને -- આધુનિક વિજ્ઞાનનાં નવીનતમ સંશોધનો જેની કેવળ પ્રતિધ્વનિ જણાય છે, મૂર્તિપૂજાના નિમ્નસ્તરીય વિચારો અને તેને આનુષાંગીક અનેકાનેક પૌરાણિક દંતકથાઓં સુધી, અને બૌદ્ધૌ્ના અજ્ઞેયવાદ તથા જૈનોનાં નિરીશ્વરવાદ -- આમાંથી પ્રત્યેકને માટે હિન્દૂ ધર્મમાં સ્થાન છે.

ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે એ કયું સર્વસામાન્ય કેન્દ્ર છે,જ્યાં આટલી ભિન્ન ભિન્ન દિશાઓમાં જનાર ત્રિજયાઓ કેન્દ્રસ્થ થાય છે? એ ક્યો એક સામાન્ય આધાર છે જેના પર આ પ્રચંડ વિરોધાભાસ આશ્રિત છે? આ પ્રશ્નનો ઉત્તર આપવાનો હવે હું પ્રયાસ કરીશ.

હિંદુ જાતિએ પોતાનો ધર્મ શ્રુતિ -- વેદો પાસેથી પ્રાપ્ત કરેલ છે. તેમની ધારણા છે કે વેદ અનાદિ અને અનંત છે: શ્રોતાઓને, સંભવ છે, આ વાત હાસ્યાસ્પદ લાગે કે કોઈ પુસ્તક અનાદિ અને અનંત કેવી રીતે હોઇ શકે. પરંતુ વેદો્નો અર્થ કોઈ પુસ્તક છે જ નહી. વેદોનો અર્થ છે , ભિન્ન ભિન્ન કાળોમાં ભિન્ન ભિન્ન વ્યક્તિયો દ્વારા આવિષ્કૃત આધ્યાત્મિક સત્યોનો સંચિત કોષ. જે રીતે ગુરુત્વાકર્ષણનાં સિદ્ધાંત મનુષ્યોની જાણમાં આવ્યા તે પહેલાં પણ પોતાનું કામ કરતાજ હતા અને આજ કદાચ મનુષ્યજાતિ તેને ભૂ્લી જાય,તો પણ તે નિયમો પોતાનું કામ કરતાજ રહેશે, ઠીક એજ વાત આધ્યાત્મિક જગતનું સંચાલન કરનારા નિયમોમાં પણ છે. એક આત્માનો બીજી આત્મા સાથે અને જીવાત્માનો આત્માઓનાં પરમ પિતા સાથે જે નૈતિક તથા આધ્યાત્મિક સબંધ છે, તે તેમનાં આવિષ્કાર પહેલાં પણ અને આપણે કદાચ તેને ભૂલી જાઇએ તો પણ, બનેલ તો રહેશેજ. આ નિયમો કે સત્યો્નાં આવિષ્કાર કરવા વાળા ઋષિ કહેવાય છે અને આપણે તેમને પૂર્ણત્વ સુધી પહોંચેલા આત્મા માની સમ્માન આપીએ છીએ. શ્રોતાઓને એ જણાવતા મને આનંદ થાય છે કે આ મહાનતમ ઋષિઓમાં અમુક સ્ત્રીઓ પણ હતી.

અહીં એવું કહી શકાય કે આ નિયમ, નિયમનાં રૂપમાં અનંત ભલે હોય, પરંતુ તેમનો આદિ તો જરૂર હોવુંજ જોઇએ. વેદ આપણને એ શિખવાડે છે કે સૃષ્ટિનો ન આદિ છે ન અંત. વિજ્ઞાને આપણને સિદ્ધ કરી બતાવ્યું છે કે સમગ્ર વિશ્વની તમામ ઊર્જા-સમષ્ટિનું પરિમાણ સદા એક સરખુંજ રહે છે. તો પછી, જો એવો કોઇ સમય હતો, જ્યારે કે કોઇ વસ્તુનું અસ્તિત્વજ નહોતું, તે સમયે આ સંપુર્ણ ઊર્જા ક્યાં હતી? કોઈ કોઈ કહે છે કે ઈશ્વરમાંજ તે બધી અવ્યક્ત રૂપમાં સમાયેલ હતી. ત્યારેતો ઈશ્વર ક્યારેક અવ્યક્ત અને ક્યારેક વ્યક્ત છે; આનાથીતો તે વિકારશીલ થઇ જશે. પ્રત્યેક વિકારશીલ પદાર્થ યૌગિક હોય છે અને દરેક યૌગિક પદાર્થમાં તે પરિવર્તન અવસ્યંમ્ભાવી છે, જેને આપણે વિનાશ કહીયે છીએ. આ રીતે તો ઈશ્વરની મૃત્યુ થઇ જશે, જે અનર્ગલ છે. માટે એવો સમય ક્યારેય ન હતો, જ્યારે આ સૃષ્ટિ ન હતી. હું એક ઉપમા આપું; સ્રષ્ટા અને સૃષ્ટિ માનો બે રેખાઓ છે, જેનો ન આદિ છે, ન અંત, અને જે સમાન્તર ચાલે છે. ઈશ્વર નિત્ય ક્રિયાશીલ વિધાતા છે, જેમની શક્તિથી પ્રલયપયોધિમાંથી નિત્યશઃ એક પછી એક બ્રહ્માંડનું સૃજન થાય છે, તે અમુક કાળ સુધી ગતિમાન રહે છે, અને તત્પશ્ચાત તે પુનઃ નષ્ટ કરી દેવામાં આવે છે.

(Cont`d)

વિશ્વ ધર્મસભા શિકાગો-૧૯ સપ્ટે.૧૮૯૩.

સ્વામી વિવેકાનંદ