હેત કરી જોઈ
Appearance
હેત કરી જોઈ બ્રહ્માનંદ સ્વામી |
હેત કરી જોઈ
હેત કરી જોઈ નેણ ઠરી,
હરિને ગાવે હીલો હેત કરી. ટેક
હેતે નાખે ગોરી હિંચકો રે,
હાથે રેશમ કેરી દોરી ધરી. ૧
ઘણી રે ખમા મારા લાડકડા તું ને,
શત્રુ તારા સર્વે જાવો મરી. ૨
દર્શન કાજ મળી વ્રજવનિતા,
વારે વારે આવે ફરી રે ફરી. ૩
બ્રહ્માનંદ કહે કહાનકુંવરને,
નીરખે જશોદા હરખ ભરી. ૪