હૈયાસૂનાં
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
હૈયાસૂનાં કેશવ હ. શેઠ |
<poem>
- નિર્જન વનવગડે અલી વાદળી!
- જળ શાં ઢોળવાં અમથાં?
- રણે રગડોળવા અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
- હૃદય શીદ ખોલવા અમથાં?
સાખી: ચાતકજળ વન ટળવળે, મેઘ ચડ્યો ઘનઘોર;
- ગર્જન કિંતુ જૂઠદાં; જગ એવુંય નઠોરઃ
છીછરાં સરવરને શીદ મલિન જળે અંઘોળવા અમથાં?
- જવાહીર ઝબોળવા અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વીતક શાં બોલવાં અમથાં?
- હૃદય શીદ ખોલવા અમથાં?
સાખી: સુગન્ધ મિઠ્ઠા લિમ્બડા, રસમાં કડવા ઝેર;
- મુખ મિઠ્ઠાના મોહ શા, જો નહિ મનના મેળ?
ગરજુ જગવગડે વણપાત્ર પ્રણય શો ઢોળવો અમથો?
- ઉરેઉર જોડવાં અમથાં?
ઉજ્જડ મરુભૂમિનાં રસિક હૃદય શા ખોલવા અમથાં?
- જીવન શીદ રોળવા અમથાં?
સાખી: મોહ ભીના સંસારમાં, જૂઠા મૃઅગજળ ઘાટ;
- મોંઘી સફરો સ્નેહની, આઘી ઉરની વાટઃ
વિજય કો વાડીને એકાન્ત ફૂલો! શાં ફોરવાં અમથાં?
- દરદ દિલ વ્હોરવા અમથાં?
કહો ક્યાં મળશે વ્હાલો કાંત? સ્વજનના સ્નેહનીય કથા?
- અવરની મારે છે શી વ્યથા?