હો રામૈયા તો જા રંગ ઘણો

વિકિસ્રોતમાંથી
હો રામૈયા તો જા રંગ ઘણો
ખીમ સાહેબ
હો રામૈયા તો જા રંગ ઘણો

ખીમ સાહેબ

હો રામૈયા તો જા રંગ ઘણો વારી વારી કરબાન ...
હો રામૈયા તોજા રંગ ઘણા રે, વારી વારી કુરબાન..
-હો રામૈયા તોજા રંગ ઘણા રે.....૦

સોળસો ગોપીમાં રાસ રચ્યો રે, કેસર ભીનો કાન,
જિતે જેડો તિતે તેડો, મુંજો મનડો થ્યો મસ્તાન...
-હો રામૈયા તોજા રંગ ઘણા રે

રાવણ મારી વિભિષણ થાપ્યો, હરણાકંસની હાણ
પ્રેહલાદની વ્હાલે પત રાખી, તો ગજ ગણિકા વેમાન...
-હો રામૈયા તોજા રંગ ઘણા રે.

સખ જો કરતા દઃખ જો હરતા, નામે વડો નિશાન,
ભગત ઓધારણ ભૂધરો વા'લો , મેટી ચારે ખાણ...
-હો રામૈયા તોજા રંગ ઘણા રે.....

સંત ઓધારણ અસર સંહારણ, વાલી લાગે તોજી ના
ખીમદાસ ગર્‌ ભાણ પ્રતાપે, કબુવે ન કેંજી હાણ...
-હો રામૈયા તોજા રંગ ઘણા રે.....