સર્જક:મણિલાલ દ્વિવેદી

વિકિસ્રોતમાંથી
જન્મ ૨૬ સપ્ટેમ્બર 1858
નડીઆદ
મૃત્યુ ૧ ઓક્ટોબર 1898
નડીઆદ
વ્યવસાય લેખક, તત્વજ્ઞાની, કવિ, આત્મકથાલેખક, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, અનુવાદક
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા બ્રિટીશ ભારત
નોંધનીય કાર્ય આત્મવૃત્તાંત, કાન્તા, નૃસિંહાવતાર, નારીપ્રતિષ્ઠા, ગુલાબસિંહ, Monism or Advaitism?, સુદર્શન ગદ્યાવલિ, સિદ્ધાંતસાર, આત્મનિમજ્જન, અમર આશા

મણિલાલ નભુભાઈ દ્વિવેદી 'અભેદમાર્ગપ્રવાસી' તરીકે જાણીતા સાહિત્યકાર છે. તેઓ નડિયદના વતની હતાં. કવિતા ઉપરાંત તેઓએ નાટક, નિબંધ, સંશોધન, વિવેચન, સંપાદન અને અનુવાદ પણ કર્યાં છે. તેઓ સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન અને અધ્યાપક હતાં. ગુજરાતી ગઝલના ઉત્થાનમાં એમનું પ્રદાન નોંધપાત્ર છે. અમર આશા એમના જીવનની સીમાચિહ્નરૂપ ગઝલ છે જે ગાંધીજીને પણ પ્રિય હતી.

તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. પોતે સ્વીકારેલ જીવનકાર્યને વ્યાપક મૂર્તતા આપવાવાના ઉદ્દેશથી તેમણે લેખનપ્રવૃત્તિ હાથ ધરી હતી. એટલે તેમનાં ઘણાંખરાં લખાણો તેમની અભેદ (અદ્વૈત) ફિલસૂફીથી કોઈને કોઈ રીતે અંકિત થયેલા છે.[૧]

કૃતિઓ[ફેરફાર કરો]

અન્ય[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઠાકર, ધીરુભાઈ (1972). 'પ્રતિભાવ' (દસ વિવેચનલેખો). અમદાવાદ:ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. p.૧૭૨