આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
હઠજ્ઞાની ઘણા મન વિષે, શઠજ્ઞાની સૂધું નવ લખે, શૂન્યવાદી તે નવમો જાણ્ય, શુદ્ધજ્ઞાની દશમો પરમાણ;
એ દશે જ્ઞાનીના નામ કહ્યાં, હવે લક્ષણ કહું આખા જે રહ્યાં. ૪૯૧
શુષ્ક જ્ઞાની નિરસ હોય હ્રદે, વાણી જાની લુખું વદે; હિસે નહીં તે સર્વાવાસ, ચાઇટના જાણી નોય ઉલ્હાસ;
એ લક્ષણ શુષ્ક જ્ઞાની તણું, જ્ઞાનદગ્ધ આખા હવે ભાણું. ૪૯૨
જ્ઞાનદગ્ધ હોયે અધબળ્યો, સંગ સમાગમે રહે તે મળ્યો; બાહ્ય કર્મે ઝાલાણી મત્ય, માંહે આપોપું હંતા સત્ય;
અનુભવ અંકૂર ના ફૂટે ત્યાંહાં, જેમાં આખા દગ્ધ છે સ્પૃહા. ૪૯૩
વિટંડ નર હોએ તે અસો, પોતાને નિશ્ચય નહીં કશો; વાદ કર્યા ઉપર બહુ હામ, લક્ષ વિના વિદ્યાની મામ;
ક્લેશ કરતાં કાપે કાળ, આખે વિતંડની કાઢી ભાળ. ૪૯૪
જ્ઞાનખળને ખળતાનો થાપ. કુટિલ જુક્તિ ઉપજે બહુ આપ; જ્ઞાનવચનને આગળ કરે, ઓથે રહી વક્રમ આચારે;
વંદે ખરો પણ ખળતા કહિયે સોય, આખા તે સરખો આંતર્બાહ્ય. ૪૯૫
હવે નિંદક જ્ઞાની કહિયે સોય, પહેલું દોષનું દર્શના હોય; સંત સમાગમમાં તે ફરે, લાંછન જોઈને હૃદિયે ધરે;
આત્મજ્ઞાનીતણી કરે વાત, પણ નિંદકની આખા એવી ઘાત. ૪૯૬
બ્રહ્મ જ્ઞાનીને અંતરા ભર્મ, હૃદે વસ્યું પણ નાસમજે મર્મ; આંતર અન્ય ઉપાસન કરે, કરતાં હરતા આપ ઉચ્ચરે;
આખા તે ના સમજે સાંગ ઉપાંગ, ભ્રમે ના તળે વાસના લિંગ. ૪૯૭
હઠજ્ઞાનીની સિદ્ધીને વસ્તુલખે, કહે બ્રહ્મ જ્ઞાન નોહે સિદ્ધિ પખે; કહે ચૈતન્યે ભરયું બ્રહ્માંડ, સિદ્ધિ વિના પણ કાચો પિંડ;
અખા લક્ષ હઠ જ્ઞાની તણો, સિદ્ધિ ત્યામ્ પૂર્ણ બ્રહ્મ ગણ્યો. ૪૯૮
શઠ જ્ઞાની તે ગ્રંથ બહુ સુણે, બહુ વાંચે બહુ પાઠે ભણે; ગ્રંથ પ્રતીતે માને વાત, સમ્યક્ ભાસે નહીંસાક્ષાત,
શઠપણે ન ટળે ચકચ્ંધ્ય, અખા અંતરથી ન ટલે રુંધ્ય. ૪૯૯
શૂન્યવાદીને શૂન્ય, વિશ્વ નહીં નહીં પાપ ને પુન્ય; ઉત્પત્તિ નહીં, નહીં સમાસ, સ્વપર નહીં, નહિ સ્વામી દાસ;
એમ વર્તે શૂન્યવાદી ખરો, પણ અખા ન ચાલે શૂન્ય ઉફરો. ૫૦૦
શુદ્ધ જ્ઞાની તે રૂપ અરૂપ, મીંહિ નિધ અશે છે તદ્રૂપ; સર્વ સહિત છે સર્વાતીત, જે પોષક આઘે ઊદ્ગીત;
અખા અનિર્વચનીય તે આપ, લક્ષ લાગે તે લહે અમાપ. ૫૦૧
દશ પ્રકારના જ્ઞાની લખ્યા, પણ નવે તે દશમા વિણ મથ્યા; નવેનો લક્ષ ત્યારે શુદ્ધ થાય, જ્યારે અનુભવ દશમા ઘેર જાય;
અખા જે છે સદા અવાચ્ય, જો સમજે તો સમજી રાખ્ય. ૫૦૨