અખેગીતા/કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ
← કડવું ૧ લું-હરિગુરુસંતની સ્તુતિ | અખેગીતા કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ અખો |
કડવું ૩ જું - વેદાંતના પ્રાચીન શ્રોતાવક્તાનાં નામ → |
કડવું ૨ જું - વેદાંતી કવિઓની સ્તુતિ
રાગ ધન્યાશ્રી
પૂર્વછાયા
ઊધર્યા બહુ સ્તિતિ કરીને, એવી ગ્રંથકારની રીત છે;
સૂર્યાઅગળ ખદ્યોત[૫] કશો, એવી બોલવાની નીત[૬] છે. ૧
જાન્હવીઆગળ[૭] જેમ વહોકળો[૮], સરુતરુ[૯] બદરી[૧૦] યથા[૧૧];
પારિજાતક[૧૨] પાસે અરણી[૧૩], મહાકવિ આગ હું નથી[૧૪]. ૨
ગરુડ આગળ યથા કુરરી[૧૫], સાગર આગળ કૂપ;
મેઘ આગળ યથા ઝાકળ, ક્યાં તેલ ને ક્યાં તૂપ[૧૬]. ૩
બાવનાચંદનબેહેક[૧૭]-આગળ, કશો શોભે કરીર[૧૮];
કશું નીર નવાણનું, કિન્હાં રસકૂપિકાનું[૧૯] નીર. ૪
પારસના પરતાપઆગળ, અન્ય વિદ્યા કોણ માત્ર;
$$ ક્ષુદ્ર દેવૌપાસના, જેને કરે અક્ષયપાત્ર.[૨૦] ૫
એહવા કવિજન ગ્રંથ આદે, ગલિત[૨૧] વચન બોલતા હવા;
કહું કોપ ક્રોધ કરો રખે, હીંડીશ બાલક-બુધ્ધિ બોલવા. ૬
તેણે ગ્રંથ પહેલું એમ જાણવું, અમો મગણ જગણ નથી જાણતા;
તુક[૨૨]ચોઝ[૨૩] ચાતુરી ઝડઝમકો, અમો લહ્યા વિના નથી આણતા.
એમ ગલિતપણે ગરુઆ થયા, કરુણા ઉપજાવી કવિજને;
હું એટલું જ કહીને સ્તવું, જો કવિ જાણો મુજને. ૮
હું તો જેમ દારૂફેરી[૨૪] પૂતળી, ચાળા કરે અપાર;
પણ કાષ્ઠમાંહે કાંઇ નથી, એ તો કલ ચાંપે સૂત્રધાર[૨૫]. ૯
કહે અખો સહુકો સુણો, એમ સમઝો નિજ તંતને[૨૬];
ઇચ્છો પરમપદને પામવા, તો સેવો હરિ-ગુરુ-સંતને. ૧૦
- ↑ નાના પ્રકારના
- ↑ યુક્તિથી
- ↑ ન્યાય આદિ છ શાસ્ત્રના
- ↑ તર્યા
- ↑ આગીઓ
- ↑ નીતિ
- ↑ ગંગાજીની આગળ.
- ↑ નાળું.
- ↑ કલ્પવૃક્ષ
- ↑ બોરડી
- ↑ જેમ
- ↑ હરિશિંગાર
- ↑ દુર્ગંધયુક્ત પાંદડાંવાળું.
- ↑ તેમ.
- ↑ કુંઝડી વા ટીટોડી.
- ↑ ઘી.
- ↑ શ્રેષ્ઠ ચંદનની સુગંધ.
- ↑ કેરડો.
- ↑ લોઢાને સોનું બનાવી દેનારા રસનો નાનો કૂવો.
- ↑ જેમાં રાંધેલો પદાર્થ ન ખૂટે એવું પાત્ર.
- ↑ નમ્ર
- ↑ ચરણ
- ↑ ધનિ
- ↑ લાકડાની.
- ↑ સૂતાર
- ↑ સ્વરૂપને