અનુભવીને
Appearance
અનુભવીને મૂળદાસ |
અનુભવીને
અનુભવીને એકલું આનંદમાં રહેવું રે ;
ભજવાં શ્રી પરિબ્રહ્મ, બીજું કાંઈ ન કહેવું રે… અનુભવીને..
વેદ જોયા, પુરાણ જોયા, શાસ્ત્ર જોયા રે..
સૌ થી મોટું રામ નું નામ ચિત ઉપાસી લે… અનુભવીને..
.
આત્મા સૌનો એક જાણી ને દુ:ખ ન દેવું રે
દુઃખ અને સુખ સહીને આવે સહી ને રહેવું રે… અનુભવીને..
જાપ અજપા જાપ જપે, ત્રણ લોકમાં તેવું રે ;
મૂળદાસ કહે મોહ મદ મૂકી, મહાપદમાં રહેવું રે… અનુભવીને…