લખાણ પર જાઓ

અમૂલ્ય તત્ત્વ વિચાર

વિકિસ્રોતમાંથી
અમૂલ્ય તત્ત્વ વિચાર
શ્રીમદ્ રાજચંદ્ર



અમૂલ્ય તત્ત્વ વિચાર...

બહુ પુણ્ય કેરા પુંજથી; શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે રહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવ મરને, કાં અહો રાચી રહો !...

લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો,
શું કુટુંબ કે પરિવારથી વધવા પણું એ નવ ગ્રહોલ;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો
એનો વિચાર નહિ અહો હો! એક પળ તમને હવો...


નિર્દોષ સુખ નિર્દોષ આઅંદ, લ્યો ગમે ત્યાંથી મળેલ
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;
પર વસ્તુમાં નહિ મુંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે, પાશ્ચાત દુઃખ તે સુખ નહીં...

હું કોણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારૂં ખરું ?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે હું પરહરું?
એના વિચાર વિવેક પૂર્વક , શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્વો અનુભવ્યા...

તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું ?
નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું;
રે આત્મ તારો ! આત્મ તારો ! શીઘ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હ્રદયે લખો...