આંખલડી વાંકી અલબેલા !

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આંખલડી વાંકી અલબેલા !

તારી આંખલડી વાંકી. આંખલડી૦

નયન કમળનો પલકારો રે,

તીર માર્યાં છે તાકી. આંખલડી૦

વનરા તે વનને મારગ જાતાં,

તન રે જોયાં છે ઝાંખી. આંખલડી૦

ચાળવણિયામાં વ્હાલે ચિત્ત હરી લીધાં,

મોહનલાલે ભૂરકી નાખી. આંખલડી૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમળ ચિત્ત રાખી. આંખલડી૦