આજ સખી આયો વસંત

વિકિસ્રોતમાંથી
આજ સખી આયો વસંત
દેવાનંદ સ્વામી
(વસંત પંચમી - મહા સુદ ૫)



આજ સખી આયો વસંત

આજ સખી આયો વસંત અલૌકિક,
    નૌતમ ખેલત ફાગ હોરી,
શિર પર પાઘ વસંતી શોભિત,
    નવલ અંગરખી અંગમે ધરી...

કટી પર પીત વસન કસી લીનો,
    સુંથણલી અતિ સુગંધ ભરી,
યહ છબી નવલ ચિંતામણિ નિરખત,
    અપને નયન લીજે સુફલ કરી... આજ ૧

ભાંતી ભાંતીકે હાર હરિજન,
    પૈરાવત અતિ પ્રેમ કરી,
બાજુ ગુચ્ચ મનોહર ગજરા,
    યહ છબી નીરખહું નયન ભરી... આજ ૨

કોઈ ગાવત કોઈ તાલ બજાવત,
    કોઈ મુખ બોલત તાન બરી,
દેવાનંદકો નાથ સલોનો,
    રંગ ઊડાવત ફરી રે ફરી... આજ ૩