આજ સફલ થઈ આંખડી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આજ સફલ થઈ આંખડી પ્રેમાનંદ સ્વામી |
આજ સફલ થઈ આંખડી, જોઈ છબી સુખકારી;
શોભા શ્રી ઘનશ્યામની, ત્રિભુવનથી ન્યારી... ટેક
ભાલ વિશાળમાં શોભતી, કેસર કેરી આડ;
ચાંદલિયો કંકુ તણો, જોયા કેરી ચાડ... ૧
ભ્રકુટી વાંકી નાસા નમણી, લોચન રંગચોળ;
શોભે છે ચિત્તડું ચોરતાં, રૂડાં કરણ કપોલ... ૨
નાની નાની મુહર ફૂટતી, અધરબિંબ રૂડા;
હસતું વદન જોઈ જીવમાં, ઘાટ નવ થયો કૂડા... ૩
ચિબુક તણી શોભા ઘણી, કંઠ કંબુ સમાન;
ઉન્નત ઉર છબી નીરખે, પ્રેમાનંદ ધરી ધ્યાન... ૪