આદિતવારે ઉદે થયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આદિતવારે ઉદે થયા
દેવાનંદ સ્વામીઆદિતવારે ઉદે થયા, સૂરજ સહજાનંદ, મારગ બતાવ્યો મોક્ષનો;
મળિયાં મુનિનાં વૃંદ, અવસર અમૂલખ આવિયો ૧

ભાગ્યે પામ્યો ભરત ખંડમાં, મોંઘો મનુષ્ય અવતાર;
સમજી રહેવું સતસંગમાં, સુપના જેવો સંસાર... અવસર ૨

શીતળ સોમ સરીખડા, ભૂતલ પ્રગટ્યા ભગવાન;
અધરમ મૂળ ઉખાડવા, દીધાં દરશન દાન... અવસર ૩

પામર ભટક્યો ભવપંથમાં, જાણ્યા વિના જગદીશ;
દેવાનંદ કહે દુઃખ આવશે, જ્યાં ત્યાં જનમ ધરીશ... અવસર ૪