લખાણ પર જાઓ

આભાર પ્રવચન(સ્વામી વિવેકાનંદ)

વિકિસ્રોતમાંથી
← બૌધ ધર્મ(સ્વામી વિવેકાનંદ) આભાર પ્રવચન(સ્વામી વિવેકાનંદ)
સ્વામી વિવેકાનંદ
from hindi wikisource




આભાર પ્રવચન

(સ્વામી વિવેકાનંદ)

અંતિમ અધિવેશન માં પ્રવચન

વિશ્વધર્મ મહાસભા એક મૂર્તિમાનતથ્ય સિદ્ધ થઇ ગઇ છે અને દયાળુ પ્રભુએ તે લોકોની સહાયતા કરી છે, તથા તેમના મહાન નિઃસ્વાર્થ શ્રમ ને સફળતા થી વિભૂષિત કરેલ છે, જેમણે આનું આયોજન કર્યું. એ મહાનુભાવો ને મારા ધન્યવાદ છે, જેમનાં વિશાળ હૃદય તથા સત્યને પ્રતિ અનુરાગે પહેલા આ અદ્ભુત સ્વપ્ન જોયું અને પછી તેને કાર્યરુપ માં પરિવર્તિત કર્યું. એ ઉદાર ભાવનાને મારા ધન્યવાદ, જેનાથી આ સભામંચ અભિષીત થતો રહ્યો છે. આ પ્રબુદ્ધ શ્રોતાજનોને મારા ધન્યવાદ જેમણે મારા પર અસીમ કૃપા રાખી છે, અને જેમણે મત-મતાન્તરોની મનોમલિનતાને હળવો કરવાનો પ્રયત્ન કરનાર દરેક વિચાર ને આવકાર્યો છે. આ સમસુરતા માં અમુક બેસુરા સ્વર પણ વચ્ચે વચ્ચે સંભળાયા છે. તેમને મારા વિશેષ ધન્યવાદ, કારણકે તેમણે પોતાના સ્વરવૈવિધ્યથી આ સમરસતાને વધુ મધુર બનાવેલ છે.

વિશ્વ ધર્મસભા શિકાગો-૨૭ સપ્ટે.૧૮૯૩

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ