લખાણ પર જાઓ

બૌધ ધર્મ(સ્વામી વિવેકાનંદ)

વિકિસ્રોતમાંથી
← ધર્મ ભારતની મુખ્ય જરૂરીયાત નથી(સ્વામી વિવેકાનંદ) બૌધ ધર્મ(સ્વામી વિવેકાનંદ)
સ્વામી વિવેકાનંદ
આભાર પ્રવચન(સ્વામી વિવેકાનંદ) →
from hindi wikisource




બૌધ ધર્મ(સ્વામી વિવેકાનંદ)

સ્વામી વિવેકાનંદ)

હું બૌદ્ધ ધર્માવલંબી નથી, જેવું કે આપ લોકોએ સાંભળ્યું છે, પરંતુ છતાં પણ હું બૌદ્ધ છું. જો ચીન, જાપાન અથવા સીલોન એ મહાન તથાગતનાં ઉપદેશોનું અનુસરણ કરે છે, તો ભારતવર્ષ તેમને પૃથ્વી ઉપર ઈશ્વરનો અવતાર માની તેમની પૂજા કરે છે. આપે હમણાંજ સાંભળ્યું કે હું બૌદ્ધ ધર્મેની આલોચના કરનાર છું, પરંતુ તેનાથી આપને કેવળ એટલુંજ સમજવું જોઇએ કે જેને હું આ પૃથ્વી ઉપર ઈશ્વરનો અવતાર માનું છું, તેમની આલોચના ! મારા માટે આ સંભવ નથી. પરંતુ બુદ્ધ નાં વિષય માં આપણી ધારણા એ છે કે તેમના શિષ્યો તેમનો ઉપદેશ બરાબર સમજ્યા નથી. હિંદુ ધર્મ (હિંદુ ધર્મ એટલે મારો મતલબ વૈદિક ધર્મ છે ) અને જે આજ્કાલ બૌદ્ધ ધર્મ કહેવાય છે, તેમાં પરસ્પર એવો સંબંધ છે, જેવો યહૂદી તથા ઈસાઈ ધર્મોંમાં. ઈસા મસીહ યહૂદી હતા અને શાક્ય મુનિ હિંદુ. યહૂદિઓએ ઈસાને કેવળ અસ્વીકાર જ નથી કર્યા, તેમને સૂળી પર પણ ચઢાવ્યા, હિંદુઓએ શાક્ય મુનિને ઈશ્વર નાં રૂપ માં સ્વિકાર્યા છે અને તેમની પૂજા કરે છે. પરંતુ પ્રચલિત બૌદ્ધ ધર્મમાં અને બુદ્ધદેવનાં ઉપદેશોમાં જે વાસ્તવિક ભેદ અમે હિંદુ લોકો બતાવવા માગીએ છીએ, તે મુખ્યતઃ એ છે કે શાક્ય મુનિ કોઈ નવો ઉપદેશ આપવા માટે અવતરીત નહોતા થયા. તે પણ ઈસા ની માફક ધર્મની સમ્પૂર્તિ માટે આવ્યા હતા, તેમનો વિનાશ કરવા નહિ. ફરક એટલો છે કે જ્યાં ઈસાને પ્રાચીન યહૂદી ન સમજી શક્યા. જેવી રીતે યહૂદી પ્રાચીન વ્યવસ્થાનની નિષ્પત્તિ ન સમજી શક્યા, તેજ રીતે બૌદ્ધ પણ હિંદુ ધર્મનાં સત્યોની નિષ્પત્તિને ન સમજી શક્યા. હું આ વાત ફરીથી કહેવા ઇચ્છું છું કે શાક્ય મુનિ ધ્વંસ કરવા નહોતા આવ્યા, પરંતુ તે હિંદુ ધર્મ ની નિષ્પત્તિ હતા, તેમની તાર્કિક પરિણતિ અને તેમનાં યુક્તિસંગત વિકાસ હતા.

હિંદુ ધર્મનાં બે ભાગ છે -- કર્મકાંડ અને જ્ઞાનકાંડ. જ્ઞાનકાંડ નું વિશેષ અધ્યયન સંન્યાસી લોકો કરે છે.

જ્ઞાનકાંડમાં જાતિ ભેદ નથી. ભારતવર્ષમાં ઉચ્ચ અથવા નીચ જાતિ નાં લોકો સંન્યાસી થઇ શકે છે, અને ત્યારે બન્ને જાતિઓ સમાન થઇ જાય છે. ધર્મમાં જાતિ ભેદ નથી; જાતિ તો એક સામાજિક સંસ્થા માત્ર છે. શાક્ય મુનિ સ્વયં સંન્યાસી હતા, અને એ તેમનીજ ગરિમા છે કે તેમનું હૃદય એટલું વિશાળ હતું કે તેમણે અપ્રાપ્ય વેદો્માંથી સત્યને બહાર લાવી તેમને સમસ્ત સંસાર માં પ્રસારીત કરી દીધું. આ જગતમાં સૌ પ્રથમ એક તે જ થયા, જેમણે ધર્મપ્રચાર ની પ્રથા ચલાવી -- એટલુંજ નહીં , પરંતુ મનુષ્યને અન્ય ધર્મમાંથી પોતાના ધર્મમાં દીક્ષીત કરવાનો વિચાર પણ સૌપ્રથમ તેમનાં મનમાં ઉદભવ્યો.

સર્વજીવો પ્રતિ , અને વિશેષકર અજ્ઞાની તથા દીનજનો પ્રતિ અદ્ભુત સહાનુભૂતિ માં જ તથાગતનું મહાન ગૌરવ સન્નિહિત છે. તેમનાં કેટલાક શિષ્યો બ્રાહ્મણ હતા. બુદ્ધના ધર્મોપદેશ સમયે સંસ્કૃત ભારતની લોકભાષા રહી ન હતી. તે એ સમયે કેવળ પંડિતોનાં ગ્રન્થોનીજ ભાષા હતી. બુદ્ધદેવનાં કેટલાક બ્રાહ્મણ શિષ્યોએ તેમનાં ઉપદેશોનો અનુવાદ સંસ્કૃત ભાષામાં કરવા ઇચ્છયું હતું, પરંતુ બુદ્ધદેવ તેમને સદાય એમજ કહેતા -- ' હું દરિદ્ર અને સાધારણ લોકોને માટે આવ્યો છું,માટે લોકોની ભાષાજ મને બોલવા દો.' અને આ કારણે તેમનો મોટાભાગનો ઉપદેશ હજુ સુધી ભારતની તત્કાલીન લોકભાષામાં જ પ્રાપ્ય છે.

દર્શનશાસ્ત્રનું સ્થાન ચાહે જે પણ હોય, તત્ત્વજ્ઞાનનું સ્થાન ચાહે જે પણ હોય, પરંતુ જ્યાં સુધી આ લોકમાં મૃત્યુ માન ની વસ્તુ છે, ત્યાં સુધી માનવહૃદય માં દુર્બળતા જેવી વસ્તુ છે, જ્યાં સુધી મનુષ્યનાં અન્તઃકરણ માંથી તેમની દુર્બળતાજનિત કરૂણ આક્રંદ બહાર નિકળે છે, ત્યાં સુધી આ સંસારમાં ઈશ્વરમાં વિશ્વાસ કાયમ રહેશે. જ્યાં સુધી દર્શનની વાત છે, તથાગત નાં શિષ્યોએ વેદોની સનાતન ચટ્ટાનો ઉપર બહુ હાથ-પગ પછાડ્યા, પરંતુ તે તેને તોડી શક્યા નહીં અને બીજી તરફ તેમણે જનતા ની વચ્ચેથી એ સનાતન પરમેશ્વરને ઉપાડી લીધા, જેમાં દરેક નર-નારી એટલા ભાવપૂર્વક આશ્રય લે છે. ફળસ્વરૂપ બૌદ્ધ ધર્મ ભારતવર્ષમાં સ્વાભાવિક જ મૃતઃપ્રાય દશાને પ્રાપ્ત થયો અને આજ આ ધર્મની જન્મભૂમિ ભારતમાં પોતાને બૌદ્ધ કહેડાવનાર એક પણ સ્ત્રી કે પુરુષ નથી.

પરંતુ આની સાથેજ બ્રાહ્મણ ધર્મે પણ થોડું ખોયું -- સમાજસુધાર નો તે ઉત્સાહ, પ્રાણિમાત્ર પ્રતિ તે આશ્ચર્યજનક સહાનુભૂતિ અને કરૂણા , તથા તે અદ્ભુત રસાયણ, જે બૌદ્ધ ધર્મે એક એક જણને આપેલ હતું અને જેમનાં ફળસ્વરૂપ ભારતીય સમાજ એટલો મહાન થઇ ગયો કે તત્કાલીન ભારત વિષે લખવાવાળા એક યૂનાની ઇતિહાસકારે એમ લખવું પડ્યું કે એક પણ એવો હિંદુ નથી દેખાતો, જે મિથ્યાભાષણ કરતો હોય; એક પણ એવી હિંદુ નારી નથી, જે પતિવ્રતા ન હોય. હિંદુ ધર્મ બૌદ્ધ ધર્મના ન રહી શકે અને ન બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મ વિના. ત્યારે એ જુઓ કે આપણાં પારસ્પરિક મતભેદોએ સ્પષ્ટ રૂપે જાહેર કરી દીધું છે કે બૌદ્ધ, બ્રાહ્મણો નાં દર્શન અને મસ્તિષ્ક વિના ટકી શકે નહીં, અને ન બ્રાહ્મણ બૌદ્ધો નાં વિશાળ હૃદય વગર. બૌદ્ધ અને બ્રાહ્મણ વચ્ચેનો આ મતભેદજ ભારતવર્ષના પતનનું કારણ છે. આજ કારણ છે કે આજે ભારતમાં ત્રીસ કરોડ ભિખારીઓ નિવાસ કરે છે, અને તે એક હજાર વર્ષથી વિજેતાઓનાં ગુલામ બનેલા છે. માટે આવો, આપણે બ્રાહ્મણોની આ અપૂર્વ મેધાની શાથે તથાગતનાં હૃદય, મહાનુભાવતા અને અદ્ભુત લોકહિતકારી શક્તિને મેળવી દઇએ.

વિશ્વ ધર્મસભા શિકાગો-૨૬ સપ્ટે.૧૮૯૩

સ્વામી વિવેકાનંદ