આવા ને આવા રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આવા ને આવા રે
પ્રેમાનંદ સ્વામીઆવા ને આવા રે આવા ને આવા રે,
રહેજો મારી આંખલડીમાં રે, આવા ને આવા રે... ટેક

આવા ને આવા મારા નાથ બિરાજો,
  હાંરે મારા તનના તાપ બુઝાવા રે... ૧

ડોલરિયાના નિત હાર પહેરાવું,
  હાંરે રૂડા તોરા લાવું લટકાવા રે... ૨

અમૃત વેણે સુકોમળ નેણે,
  હાંરે અતિ અમૃત ઝડી વરસાવા રે... ૩

પ્રેમાનંદ કહે નાથજી આગે,
  હાંરે રહું હાજર નિશદિન ગાવા રે... ૪