આવી આવી વસંતની

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આવી આવી વસંતની
ન્હાનાલાલ કવિ
હોળીગીતઆવી આવી વસંતની પૂર્ણિમા ભાળી,
વસંતરાણી રમણે ચડી રે લોલ;

બેઠી નવ સૃજનની ઋતુ જો રસાળી,
વિરાટ ભાલે પગલી પડી રે લોલ.

આવી આવી વસંતની પૂર્ણિમા ભાળી,
વસંતરાણી રમણે ચડી રે લોલ;

સૂર્યે નવ સૃજનની આંખડી ઊઘાડી,
વિરાટ ભાલે ટીલડી પડી રે લોલ.
 

-૦-