આવો રાખું રે નેણામાં
Appearance
આવો રાખું રે નેણામાં પ્રેમાનંદ સ્વામી |
આવો રાખું રે નેણામાં
આવો રાખું રે નેણામાં ચોરી,
તારી મૂર્તિ મારે જીવન દોરી... ટેક
હું તો હીંડું રે હરિ તમને જોતી,
કરી રાખું મારી નથડીના મોતી... ૧
હું તો મોહી રે મોહન તમ સાથે,
કરી બાજુ કાજુને બાંધુ હાથે... ૨
વહાલા લાગો રે, વહાલમ ગિરિધરિયા,
મારા ઉર આભૂષણ નવસરિયા... ૩
પ્રેમાનંદના રે સ્વામી છો લે'રી,
મારાં રૂપ જોબન ગુણ વારું ફેરી... ૪