આવો રે મીઠુડા માવા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મારે મોલે આજ તો તમે, આવોને મીઠુડા માવા,
અનાડી ન થાવ પ્રભુ, ઓરે રા પધારો વાલા,
હૈયડામા લખ્યા તે હવે નહી દઉ જાવા. મારે


પિયુજી વિના મને પાણીડા ન ભાવે વાલા,
હવેે તો ભોજનના મારે થયા છે અભાવા. મારે


અરધી રેને મને વ્રજમા બોલાવે વાલા,
હવે હસ્યાના મારે થયા છે હેવા. મારે


ચકવાને સુખ જેવુ, રેનને સમયે વાલા,
તમ વિના દિન તો જાય છે એવા રે. મારે


દાસી જીવણ સત ભીમના ચરણા વાલા,
સન્મુખ દર્શન મને આવજો દેવા. મારે