અમારામાં અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
અમારામાં અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા રે
દાસી જીવણઅમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે ;
ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય….
અમારામાં અવગુણ રે….૦

ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે ;
ગુરુજી ! મારા પારસમણીને રે તોલ… અમારામાં૦

ગુરુજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રે ;
ગુરુજી અમારા કાશી અને છે કેદાર… અમારામાં૦

ગુરુ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે ;
ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર… અમારામાં૦

જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે ;
ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ… અમારામાં૦

ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે ;
દેજે અમને સંતચરણમાં વાસ… અમારામાં૦