લખાણ પર જાઓ

આવ્યો શ્રાવણ માસ અનૂપ

વિકિસ્રોતમાંથી
આવ્યો શ્રાવણ માસ અનૂપ
પ્રેમાનંદ સ્વામી
હિંડોળા (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)


આવ્યો શ્રાવણ માસ અનૂપ


આવ્યો શ્રાવણ માસ અનૂપ, હિંડોળો માચ્યો રે;
જોઈ રાજી થયો મહેશ, તાંડવ નાચ્યો રે... ટેક

એ... શ્રાવણ ૠતુ રળિયામણી રે, બોલે દાદુર મોર;
વીજલડી ચમકા કરે, વરસે ગરજે ગગન ઘનઘોર... જોઈ ૧

એ... કિટ મુગટ કટિ કાછની રે, કરણે કર્ણિકાર;
મુખ મરકલડો જોઈને, મોહ્યો રતિ વનિતા ભરતાર... જોઈ ૨

એ... હીરામણી હેમે જડ્યાં રે, પચરંગી રત્ન પ્રવાલ;
ગજ મોતીવર પોખરા, શોભે પન્ના પિરોજા લાલ... જોઈ ૩

એ... હિંડોળે હરખે ભર્યા રે, ઝૂલે શ્રી ઘનશ્યામ;
પ્રેમાનંદ જોઈ નાથને થયો પાવન પૂરણકામ... જોઈ ૪